બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Center to sanction Rs 650 crore for Kailash Mansarovar road

પ્રોજેક્ટ / હવે ઉત્તરાખંડથી કૈલાશ માનસરોવરની યાત્રા કરવાનું સપનું જલ્દી પૂર્ણ થશે, મોદી સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં

Dhruv

Last Updated: 12:17 PM, 6 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે નેપાળ કે ચીન થઇને નહીં પરંતુ ઉત્તરાખંડ થઇને કૈલાશ માનસરોવર જવાનું સપનું પૂર્ણ થશે. એ માટે કેન્દ્ર સરકાર 650 કરોડથી વધુના રોડ પ્રોજેક્ટને મંજૂરી આપવા જઇ રહી છે.

  • ઉત્તરાખંડ થઈને કૈલાશ માનસરોવર સુધી જવા સરકાર રચી રહી છે આ માસ્ટર પ્લાન
  • રૂ. 650 કરોડથી વધુના રોડ પ્રોજેક્ટને સરકાર આપશે મંજૂરી
  • ટૂંક સમયમાં પૂર્ણ થશે ઉત્તરાખંડથી કૈલાશ માનસરોવર સુધી યાત્રા કરવાનું સપનું

કેન્દ્ર સરકાર હવે નેપાળ અથવા ચીનને બદલે ઉત્તરાખંડ થઈને કૈલાશ માનસરોવર જવા માટે ટૂંક સમયમાં રૂ. 650 કરોડથી વધુના રોડ પ્રોજેક્ટને મંજૂરી આપવા જઇ રહી છે. કેન્દ્ર સરકાર ભારત-ચીન બોર્ડર લિંક રોડના છેલ્લાં ભાગ માટે કામ શરૂ કરવા તૈયાર છે કે જે કૈલાશ માનસરોવરને સુવિધા પ્રદાન કરશે. ઉત્તરાખંડનો આ લિંક રોડ તીર્થસ્થળથી માત્ર 75 કિમી દૂર સુધી વાહનો ચલાવવાની પરવાનગી આપશે.

રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય (MORTH) એ ટોચની કંપનીઓ સાથે સરકારની વાતચીત શરૂ

જણાવી દઇએ કે, સરકાર આ પ્રોજેક્ટ પર કામ ઝડપી બનાવવામાં વ્યસ્ત છે. કેન્દ્ર યાંત્રિક બાંધકામ લાવવા માટે L&T થી લઈને ટાટા ગ્રુપ સુધીની ટોચની બાંધકામ કંપનીઓ અને કોન્ટ્રાક્ટરોને જોડવાની તૈયારી કરી રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય (MORTH) એ ટોચની કંપનીઓ સાથે વાતચીત પણ શરૂ કરી દીધી છે. આ પ્રોજેક્ટને આગળ ધપાવવાના મહત્વનાં પગલાઓ પણ પૂર્ણ કરવામાં આવ્યાં છે.

બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) એ અસ્કોટથી ભારત-ચીન સરહદ સુધીના સમગ્ર 150 કિમી લિંકના 'રોડ નિર્માણ' નું કાર્ય પૂર્ણ કરી લીધું છે. 'રોડ ફોર્મેશન' માં ભૂસ્તરશાસ્ત્રીય અને ભૂપ્રદેશના પડકારો સિવાય તેના આકારને નક્કી કરવો તેનો પણ સમાવેશ થાય છે. આ પડકારજનક કાર્યને BRO દ્વારા દુર્ગમ હિમાલયના ભૂપ્રદેશમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. સૂત્રોના હવાલે જણાવી દઇએ કે, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય અસ્કોટથી બોર્ડર સુધીના છેલ્લાં 80 કિમીના રસ્તાને પાક્કો કરવા માટે ફંડ મંજૂર કરવા પણ તૈયાર છે.

પિથૌરાગઢથી કૈલાશ માનસરોવર સુધી પહોંચવામાં લાગશે અંદાજે 8 કલાકનો સમય!

તેઓએ જણાવ્યું કે, "આ કેસમાં સૌથી મુશ્કેલ ભાગ રોડ બનાવવાનો હતો. ત્યારે હવે રોડ બનવાની સાથે જ રોડનું નિર્માણ શરૂ થઇ જશે. કેન્દ્ર દ્વારા તેને ટૂંક સમયમાં જ મંજૂરી આપવામાં આવશે. અમે પૂરા ટુ-લેન રોડ હાઇવેને 2-3 વર્ષની અંદર પૂર્ણ કરવાની યોજના બનાવી રહ્યાં છીએ.''

એક વાર પૂરો રસ્તો બની ગયા બાદ ઉત્તરાખંડના પિથૌરાગઢથી ભારત-ચીન બોર્ડર સુધી 5થી 6 કલાકમાં પહોંચી શકાશે. અધિકારીએ કહ્યું કે, ત્યાંથી સ્થળ પર પહોંચવામાં લગભગ બે કલાક લાગશે. હાલમાં કૈલાશ માનસરોવર પહોંચવામાં બેથી ત્રણ અઠવાડિયા લાગે છે. કારણ કે હાલમાં કૈલાશ માનસરોવર સિક્કિમ અથવા તો નેપાળ થઇને જવાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ