બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મોબાઇલથી લઇ ચાર્જર સુધી દરેક જગ્યાએ જોવા મળે છે CE માર્ક, જાણો તેનો મતલબ

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / મોબાઇલથી લઇ ચાર્જર સુધી દરેક જગ્યાએ જોવા મળે છે CE માર્ક, જાણો તેનો મતલબ

Last Updated: 11:40 AM, 12 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આપણે મોબાઇલ ફોન અને ચાર્જર સહીતની વસ્તુ લઈએ તેમાં ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ CE માર્ક જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો CE માર્કના મતલબ વિષે?

1/5

photoStories-logo

1. ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ

જ્યારે પણ આપણે નવો મોબાઇલ ફોન, લેપટોપ, ચાર્જર કે બીજી કોઈપણ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદીએ છીએ ત્યારે તેના પર વિવિધ નિશાનો અને માહિતી હોય છે. આ નિશાનોમાંથી એક CE માર્ક. આ માર્ક તમને મોટાભાગના ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ પર જોવા મળે છે પરંતુ ઘણા લોકો તેનો મતલબ જાણતા નથી. જેમાં અમુક લોકો એવું માને છે CEનો મતલબ એ છે કે પ્રોડક્ટ યુરોપમાં બનાવવામાં આવ્યું છે. પરંતુ એવું નથી હોતું CE આ માર્કનો પ્રોડક્ટના ઉત્પાદન સ્થાન સાથે કોઈ સીધો સંબંધ નથી. તેનો મતલબ છે કે પ્રોડક્ટ યુરોપમાં નક્કી કરેલ સલામતી અને ટેક્નિકલ નિયમોને પૂરૂ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. CE માર્કનો મતલબ

CE શબ્દનો મતલબ Conformité Européenne થાય છે. તેનો મતલબ એ છે કે પ્રોડક્ટ યુરોપિયન ધોરણો અનુસાર બનાવવામાં આવ્યું છે. જ્યારે કોઈ ઉત્પાદન CE માર્ક ધરાવે છે ત્યારે કંપની સૂચવે છે કે તેને જરૂરી યુરોપિયન નિયમો અનુસાર તેના પ્રોડક્ટનું ઉત્પાદન અને પરીક્ષણ કર્યું છે. આ માર્ક મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક ડિવાઈઝ, રમકડાં, મેડિકલ સાધનો અને બીજા ઘણા પ્રોડક્ટ પર જોઈ શકાય છે. પરંતુ CE માર્ક પ્રોડક્ટની ક્વોલિટીની ખાતરી આપતું નથી. તેનો મતલબ એ નથી કે CE માર્ક ધરાવતું પ્રોડક્ટ બીજા કરતા વધુ સારું કે વધુ મોંઘું છે. તે સૂચવે છે કે તે સલામતીના નિયમોનું પાલન કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. CE માર્ક કેવી રીતે મળે છે?

પની તેના પ્રોડક્ટ પર CE માર્ક લગાવે તે પહેલાં તેને પહેલા નિયમોનું પાલન ચેક કરવું જરૂરી છે. નાના અને ઓછા જોખમવાળા પ્રોડક્ટ માટે કંપની ઘણીવાર તેનું નિરીક્ષણ કરી શકે છે અને જાહેર કરી શકે છે કે તેનું પ્રોડક્ટ તેનું પાલન કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ચાર-અંકનો નંબર

CE માર્ક માટે મેડિકલ ડિવાઈઝ, મોટી મશીનરી કે અમુક વિશિષ્ટ ડિવાઈઝ જેવી વધુ સંવેદનશીલ વસ્તુઓ માટે માન્ય સંસ્થા દ્વારા નિરીક્ષણની જરૂર પડી શકે છે. જો કોઈ બહારની સંસ્થાએ ચેકીંગ કર્યું હોય તો CE ચિહ્ન સાથે તે સંસ્થાને ઓળખતો ચાર-અંકનો નંબર હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. યુરોપિયન ક્વોલિટીના નિયમો

આથી આગલી વખતે જ્યારે તમે ફોન, ચાર્જર કે બીજા ઇલેક્ટ્રોનિક ગેજેટ પર CE માર્ક જુઓ ત્યારે એવું ન માનો કે તે યુરોપમાં બનાવવામાં આવ્યું છે. તે માત્ર એ સૂચવે છે કે પ્રોડક્ટ યુરોપિયન સલામતી અને ક્વોલિટીના નિયમો અનુસાર બનાવવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

electronic product CE mark mobile phones
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ