બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cash silver worth more than 1 crore seized Madhya Pradesh border

દાહોદ / મધ્યપ્રદેશ બોર્ડર પરથી રોકડ અને ચાંદીનો 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપાયો, બસમાંથી બિનવારસી હાલતમાં મળ્યો જથ્થો

Ajit Jadeja

Last Updated: 11:14 AM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીટોલ બોર્ડર ઉપરથી ઇન્દોરથી આવતી ખાનગી ટ્રાવેલ્સમાથી બીન વારસી હાલતમા રોકડ રકમ અને ચાંદી મળી

મધ્યપ્રદેશ બોર્ડર ઉપરથી એક કરોડથી વધુ રોકડ અને ચાંદીનો જથ્થો ઝડપાયો છે. પીટોલ બોર્ડર ઉપરથી ઇન્દોરથી આવતી ખાનગી ટ્રાવેલ્સમાથી બીન વારસી હાલતમા રોકડ રકમ અને ચાંદી મળી આવી છે. પીટોલ બોર્ડર ઉપર ચેકીંગ દરમ્યાન રાહુલ ટ્રાવેલ્સમાથી થેલામા ભરેલ બીન વારસી મળી આવી છે. જેને લઇ મધ્ય પ્રદેશ પોલીસએ કાયદેસરની કાર્યવાહી કરી છે. લોકસભા ચુંટણીને લઈ પોલીસ અને એસઆઇટી દ્વારા મુદ્દામાલ ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

રોકડ રકમની હેરાફેરી પર નજર

લોકસભાની ચૂંટણીને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થીતી જળવાઇ રહે તે માટે પ્રશાસન દ્વારા કડક ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે અને રોકડ રકમની હેરાફેરી પર ખાસ નજર રાખવામાં આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા આ દિવસોમાં સરહદી વિસ્તારોમાં વાહનોનું સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્ય પ્રદેશની પીટોલ બોર્ડર ખાતે વાહન ચેકિંગ દરમિયાન એક બસમાંથી એક કરોડ ઉપરાંતની રોકડ રકમ તેમજ ચાંદી કબજે કર્યાનું જાણવા મળે છે.

બસ ચાલકનું નિવેદન લેવાયું

ઝાબુંવા જિલ્લાના પીટોલ બોર્ડર પરથી રાત્રે  એસએસટી તેમજ એફએસટીની ટીમોએ સ્થાનિક પોલીસની સાથે મળી ઉજ્જૈન પાસિંગની રાહુલ ટ્રાવેલ્સની બસની તપાસ કરતા ચોકી ગઇ હતી. ડીકીમાં મુકેલી એક બેગમાંથી બિનવારસી એક કરોડની રોકડ રકમ અને ચાંદીનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ બસ ગુજરાતમાં રાજકોટ તરફ આવી રહી હતી. બસમાં સવાર મુસાફરો તેમજ બસના ચાલક તેમજ ક્લીનરની પૂછપરછ કરતા કોઈએ પણ આ બેગ માલિકી દર્શાવી ન હતી.જો કે વધુ તપાસ કર્યા બાદ પોલીસે રોકડ અને ચાંદીનો જથ્થો જપ્ત કરી બસના ચાલક તેમજ ક્લીનરનો નિવેદનો લઈ બસને આગળ રવાના કરી હતી. અને બસના માલિકને નોટિસ મોકલી બોલાવ્યા છે.

આ પણ વાંચોઃ 'રૂપાલા હટાવો - સ્વમાન બચાવો' રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં તો સુરેન્દ્રનગરમાં વિરોધમાં લાગ્યા પોસ્ટર

 

રોકડ રકમ કોની હતી

લોકસભા ચૂંટણી જાહેરાત થઇ ચુકી છે. અને આદર્શ આચાર સંહિતા લાગુ છે ત્યારે આટલી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવતા ચુંટણી પંચ દ્વારા પણ તેની તપાસ કરવામાં આવશે તેમજ કાળુનાણુ હશે તો જપ્ત કરી વધુ કાર્યવાહી કરવામાં આવશે.આ રકમ કોની છે અને કયા કારણોસર લઇ જવામાં આવતી હતી તે અંગે તપાસ થઇ રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ