બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / Canada pulls staff from consulates in India, what about visa application

જાણો / રાજદૂત બાદ હવે કેનેડાએ ઓછો કરી દીધો ભારતીય સ્ટાફ, વિઝા અરજી પર કેવી અસર પડશે?

Vidhata

Last Updated: 03:27 PM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગયા વર્ષે કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં પછી વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીના આક્ષેપો લગાવ્યા હતા, જે પછી ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધો વણસી ગયા હતા

કેનેડાએ સમગ્ર ભારતમાં તેના વાણિજ્ય દૂતાવાસોમાં તૈનાત તેના કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે. જેના કારણે કેનેડાની મુસાફરી કરવાની યોજના ધરાવતા લોકોએ કરેલી વિઝા અરજીની પ્રક્રિયાને સંભવિતપણે અસર થઈ શકે છે. કેનેડિયન હાઈ કમિશનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, દેશમાં કામગીરીને અસરકારક રીતે સંચાલિત કરવા માટે ઉપલબ્ધ કેનેડિયન કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થવાને કારણે સ્ટાફમાં પણ ઘટાડો કરવો જરૂરી હતો.

જો કે સ્ટાફમાં ઘટાડો કરવા છતાં, પ્રવક્તાએ ખાતરી આપી કે ભારતમાં કેનેડાના વિઝા અરજી કેન્દ્રો સામાન્ય રીતે કાર્ય કરી રહ્યા છે. સ્ટાફમાં ઘટાડો કરવાથી વિઝાની કામગીરી પર કોઈ અસર નહીં થાય. જેથી વિઝા પ્રક્રિયામાં કોઈપણ તાત્કાલિક વિક્ષેપ અંગેની ચિંતા કરવાની જરૂર નથી. પ્રવક્તાએ કહ્યું, અમે એ વાતની પણ પુષ્ટિ કરી શકીએ છીએ કે ભારતમાં કેનેડાના વિઝા અરજી કેન્દ્રો સામાન્ય રીતે કાર્યરત છે. તેમણે વધુમાં જણાવ્યું કે કેનેડા ભારતમાં કેનેડિયનોને કોન્સ્યુલર સપોર્ટ અને વેપાર અને વ્યાપાર વિકાસ સહિતની મુખ્ય સેવાઓ પહોંચાડવાનું ચાલુ રાખશે જેથી કરીને અમારા બંને દેશોના નાગરિકો કેનેડિયન અને ભારતીયો વચ્ચેના લાંબા સમયથી ચાલતા સંબંધોનો લાભ મેળવી શકે.

ગયા વર્ષે કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં પછી વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીના આક્ષેપો લગાવ્યા હતા, જે પછી ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધો વણસી ગયા હતા. આ પછી ભારતે પણ રીએક્શન આપતા કેનેડાના 41 રાજદ્વારીઓ અને તેમના પરિવારના સભ્યોને તાત્કાલિક ભારત છોડીને જવાનો આદેશ આપ્યો હતો. ભારત ઇચ્છતું હતું કે બંને દેશોમાં રાજદ્વારીઓની સંખ્યામાં સમાનતા આવે. બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ રાજદ્વારી સંબંધો બાદ, કેનેડાએ 41 રાજદ્વારીઓ અને તેમના પરિવારના સભ્યોને ભારતમાંથી પાછા ખેંચી લીધા હતા, જેનાથી એ સ્પષ્ટ થાય છે કે બંને દેશો વચ્ચેનો રાજદ્વારી તણાવ વધી ગયો છે. 

વધુ વાંચો: ઓસ્ટ્રેલિયા કેનેડા બાદ હવે આ દેશે વિઝા નિયમ કડક કર્યા, અપ્રવાસી ભારતીયો પર પડશે અસર

કેનેડાએ બેંગલુરુ, ચંદીગઢ અને મુંબઈમાં વિઝા અને વ્યક્તિગત કોન્સ્યુલર સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરી, એને કારણે તણાવ વધવાથી બંને દેશોમાં ગયા વર્ષે વિઝા સેવાઓ થોડા અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી. એ વખતે કોઈએ એવું ધાર્યું ન હતું કે બંને દેશો વચ્ચે આટલા જલ્દી સંબંધો બગડી જશે. જાણીતું છે કે મોટી સંખ્યામાં લોકો ભારતથી અભ્યાસ કરવા હેતુ કેનેડા જવાની ઈચ્છા ધરાવે છે અને ઘણા વિદ્યાર્થીઓને બંને દેશોના સંબંધો બગડવાથી ઝટકો પણ લાગ્યો છે. હવે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે બીજા દેશો તરફ વળી રહ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Canadian Consulates in India Canadian visa Visa Application canada visa
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ