બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:48 PM, 25 February 2024
ગૌતમ અદાણીએ UBER સાથે કામ કરવાનું નક્કી કર્યું છે. ગૌતમ અદાણીએ UBER ના CEO ખોસરોશાહી સાથે શનિવારના રોજ એક બેઠક કરી હતી. ત્યારબાદ ગૌતમ અદાણીએ એક્સ પર એક પોસ્ટ શેર કરી જણાવ્યું હતું કે ખોસરોશાહી સાથે તેમની વાત રસપ્રદ રહી હતી. ગૌતમ અદાણીએ વિશેષમાં કહ્યું કે ભારતમાં હાલ UBER ના વિસ્તરણને લઈને તેમનું વિઝન પ્રેરણાદાયી છે.
ADVERTISEMENT

ગૌતમ અદાણી
ગૌતમ અદાણી અને UBER ના CEO ખોસરોશાહીની બેઠક ત્યારે થઈ છે જ્યારે ભારત દેશનું ગ્રીન અને રિન્યુએબલ એનર્જી સેક્ટર જલ્દીથી વધી રહ્યું છે. ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા માટે રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. અદાણી ગ્રુપ ગ્રીન ટ્રાનજેક્શન માટે આવતા 10 વર્ષમાં લગભગ 100 બિલિયન ડોલરનું રોકાણ કરશે અને 2027 સુધી સૌર ઉત્પાદન ક્ષમતાને GW સુધી વધારવાનું પ્લાન પણ બનાવશે. ગૌતમ અદાણીએ ડિસેમ્બર મહિનામાં કહ્યું હતું કે ભારત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનવાની ખૂબ નજીક જ છે અને અદાણી ગ્રુપ આ ક્રાંતિમાં સૌથી આગળ છે.
ADVERTISEMENT
Absolutely captivating chat with @dkhos, CEO of @Uber. His vision for Uber's expansion in India is truly inspiring, especially his commitment to uplifting Indian drivers and their dignity. Excited for future collaborations with Dara and his team! #UberIndia pic.twitter.com/xkHkoNyu5s
— Gautam Adani (@gautam_adani) February 24, 2024
ADVERTISEMENT
વાંચવા જેવું: અમેરિકામાં GPay પેમેન્ટ એપ બંધ કરી દેશે Google: જાણો ભારતને લઈને શું છે કંપનીનો પ્લાન
UBER ગ્રીન
હાલ UBER ભારત સાથે વિશ્વ આખામાં તેના ફ્લીટને ઇલેક્ટ્રિક વાહનોથી બદલવાનું કામ કરી રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં જ UBER એ જણાવ્યું હતું કે તેમની ઇકો-ફ્રેન્ડલી અને વૈશ્વિક EV સેવા UBER ગ્રીન હવે દિલ્હીમાં ઉપલબ્ધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.