બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Google will stop GPay payment app in America: Know what is plan for India

Google Pay App / અમેરિકામાં GPay પેમેન્ટ એપ બંધ કરી દેશે Google: જાણો ભારતને લઈને શું છે કંપનીનો પ્લાન

Megha

Last Updated: 08:06 AM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂગલ હવે Google Pay એપ્લિકેશનને બંધ કરવા જઈ રહ્યું છે. એન્ડ્રોઇડ હોમસ્ક્રીન પર દેખાતી 'GPay'એપ એ જૂની છે જેનો ઉપયોગ પેમેન્ટ અને ફાઇનાન્સ માટે થાય છે.

Google Pay App: ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે વપરાતી એપ ગૂગલ પે એપ આજે લોકોની પહેલી પસંદ છે. ભારત, સિંગાપોર અને અમેરિકા વગેરેમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. પરંતુ હવે કંપનીએ આ એપને લઈને મોટો નિર્ણય લીધો છે. ગૂગલ હવે ગૂગલ એપને બંધ કરવા જઈ રહ્યું છે. 

જો-જો તમે તો નથી કરી રહ્યાં ને આ ભૂલ? નહીં તો બંધ થઇ જશે Phone Pay-Google  Payની UPI આઇડી | if you are not making this mistake? Otherwise UPI ID of  Phone

જો કે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ નિર્ણય ભારતમાં રહેતા લોકો માટે લેવામાં નથી આવ્યો. જાણીતું છે કે 2022 માં Google Walletની એન્ટ્રી બાદ 'GPay'દરેક યુઝર્સની પ્રથમ પસંદગી બની ગઈ છે. હવે કંપનીએ આ અંગે મોટો નિર્ણય લીધો છે. 

અમેરિકામાં જૂની Google Pay એપને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે હવે આ એપનું તેનું જૂનું વર્ઝન કામ નહીં કરે. એન્ડ્રોઇડ હોમસ્ક્રીન પર દેખાતી 'GPay' એપ એ જૂનું વર્ઝન છે જેનો ઉપયોગ પેમેન્ટ અને ફાઇનાન્સ માટે થતો હતો.રિપોર્ટ અનુસાર, GPay 4 જૂન, 2024થી યુએસમાં કામ કરવાનું બંધ કરશે. 

PhonePe-Google Payને મોટી રાહત! NPCIના આ નિર્ણયથી ગ્રાહકોને પેમેન્ટ  લિમિટમાં થશે મોટો ફાયદો | Big relief to PhonePe-Google Pay With this  decision of NPCI customers will benefit greatly in terms ...

જોકે, ભારત અને સિંગાપોરના યુઝર્સે આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે GPay બંને જગ્યાએ સંપૂર્ણ રીતે કામ કરવાનું ચાલુ રાખશે. વાસ્તવમાં, કંપની Google Wallet પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. કંપનીનું કહેવું છે કે Google Wallet એ 180 દેશોમાં પાંચ ગણા યુઝર બેઝનો દાવો કરી રહ્યું છે.

Google ભારપૂર્વક જણાવે છે કે આ નિર્ણય યુઝર્સ અને ડેવલપર્સ માટે તેની ચુકવણી સિસ્ટમોને સરળ બનાવવાની તેની ઇચ્છાથી પ્રેરિત છે. Google Pay એપ્લિકેશન બંધ હોવા છતાં, તેની સેવાઓ સંપૂર્ણપણે બંધ થશે નહીં. યુ.એસ.માં યુઝર્સ Google Wallet દ્વારા પેમેન્ટ મેનેજ અને in સ્ટોર પેમેન્ટ કરી શકશે. 

અમેરિકામાં Google Pay યુઝર્સને કંપની દ્વારા Google Wallet એપ પર શિફ્ટ થવાની સલાહ આપવામાં આવી છે. ગૂગલનું કહેવું છે કે તે તેના યુઝર્સને સમયાંતરે અપડેટ્સ આપવાનું ચાલુ રાખશે.

વધુ વાંચો:  તૈયાર થઇ જાઓ! હવે Gmailને ટક્કર આપવા આવી રહ્યું છે Xmail, એલન મસ્કે કરી સ્પષ્ટતા

જાણીતું છે ગૂગલે સૌથી પહેલા ભારતમાં Tez એપ લોન્ચ કરી હતી, જેનું નામ બદલીને Google Pay રાખવામાં આવ્યું હતું. હવે તે GPay ના નામે ઓળખાય છે. સાથે જ ભારતમાં UPI પેમેન્ટ Google Pay એપ દ્વારા કરવામાં આવે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Google Pay App Google Pay users Google Paymet Google pay Gpay Google Pay
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ