બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Came as an IT officer and looted one and a half crores

હડકંપ / IT ઑફિસર બનીને આવ્યા અને દોઢ કરોડ લૂંટી ગયા... રાજસ્થાનની આ ઘટના જાણી રૂંવાડા ઊભા થઈ જશે

Priyakant

Last Updated: 11:59 AM, 25 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરમાં ઘૂસેલા બદમાશોએ પહેલા પોતાની ઓળખ ઈન્કમટેક્સ ઓફિસર તરીકે આપી ઘરમાં એન્ટ્રી લીધા બાદ પરિવારને બંધક બનાવી રોકડ-દાગીના સહિત કુલ 1.5 કરોડની લૂંટ કરી

  • રાજસ્થાનમાં IT ઑફિસરની ઓળખ આપી ફિલ્મી સ્ટાઈલે લૂંટ 
  • જયપુરમાં બિઝનેસમેનના પરિવારને બંધક બનાવી દોઢ કરોડ લૂંટી ગયા
  • 80 લાખ રૂપિયા રોકડા અને 70 લાખની કિંમતના ઘરેણાં લૂંટી લીધા

જયપુરમાં બુધવારે રાત્રે ફિલ્મી સ્ટાઈલમાં લૂંટની મોટી ઘટના સામે આવી છે. જયપુરના એક મોટા બિઝનેસમેનના પરિવારને બંધક બનાવીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ઘરમાં ઘૂસેલા બદમાશોએ પહેલા પોતાની ઓળખ ઈન્કમટેક્સ ઓફિસર તરીકે આપી અને પછી ઘરમાં એન્ટ્રી લીધી. ત્યારબાદ તક જોઈને ઘરમાં જે પણ હતા તેને બંધક બનાવી રોકડ અને દાગીના સહિત કુલ 1.5 કરોડની લૂંટ કરી હતી. આ ઘટના ગલતા ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હોઇ પોલીસ અને ડીસીપી દેશમુખ પહોંચ્યા અને ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળે બોલાવી હતી. 

રાજસ્થાનના જયપુરમાં બદમાશોએ પોતાની ઓળખ ઈન્કમટેક્સ ઓફિસર તરીકે આપી 80 લાખ રૂપિયા રોકડા અને 70 લાખની કિંમતના ઘરેણાં લૂંટી લીધા હતા. રોકડ અને દાગીના સહિત કુલ 1.5 કરોડની લૂંટ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સૂરજપોલ અનાજ મંડીની પાછળ રહેતા લોટના વેપારી સત્યનારાયણ તાંબીના ઘરે લૂંટ થઈ હતી. જ્યારે તાંબી સાંજે 7.30 વાગ્યે ઘરે પહોંચ્યો ત્યારે આવકવેરા અધિકારી તરીકે દેખાતા બદમાશો તેમના ઘરમાં ઘૂસી ગયા. 

પરિવારને બંધક બનાવી લૂંટ કરાઇ 

બદમાશોએ સત્ય નારાયણ તાંબી અને પરિવારના અન્ય સભ્યોને બંધક બનાવીને સમગ્ર લૂંટને અંજામ આપ્યો હતો. લગભગ પોણો કલાક સુધી લૂંટારાઓએ બંદૂક અને છરી બતાવી પરિવારના સભ્યોને ડરાવ્યા હતા અને સિત્તેર લાખ રોકડા અને પરિવારના દોઢ લાખની લૂંટ ચલાવી હતી. તેઓ એક કિલોથી વધુ સોનાના દાગીના લૂંટીને ભાગી ગયા હતા.  લૂંટ કરવા આવેલા બદમાશોએ પહેલા મહિલાઓને છરી અને બંદૂકની અણીએ ધમકી આપી હતી. ત્યારબાદ તાંબી પરિવારની બે મહિલાઓના દાગીના બળજબરીથી ઉતારી લીધા હતા. જ્યારે એક વૃદ્ધ મહિલાના કાનની કોયલ અને તેના ગળામાંની સોનાની ચેઈન પણ બદમાશોએ કાઢી નાખી હતી.

શું કહ્યું સત્યનારાયણ તાંબીએ ? 

પીડિતા સત્યનારાયણ તાંબીએ જણાવ્યું કે, બદમાશો પહેલા આવકવેરા અધિકારી તરીકે ઘરમાં ઘૂસ્યા, ત્યાર બાદ તેઓ ઘરના તમામ સભ્યોના મોબાઈલ લઈ ગયા. કિશોર બાળકોને ગન પોઈન્ટ પર લઈ ગયા. જ્યારે તે રડવા લાગ્યો ત્યારે અમે બધા શાંત થઈ ગયા. પરિવારની વહુ રિતુએ જણાવ્યું કે, ઘરના તાળા મોટી લાકડીઓ વડે તોડવામાં આવ્યા હતા. તેઓએ અમારી સામે બધું લૂંટી લીધું પણ અમે કંઈ કરી શક્યા નહીં. આ સમગ્ર ઘટના સમયે પરિવારના બે લોકો બહાર હતા. જ્યારે લૂંટારુઓ નાસી છૂટ્યા ત્યારે બંધક પરિવારે બારી પાસે જઈને કોઈ પ્રકારનો અવાજ કર્યો હતો. જે બાદ પાડોશીઓ આવ્યા અને ત્યારબાદ પોલીસ અને પરિવારના અન્ય સભ્યોને જાણ કરવામાં આવી. પોલીસે આખી રાતથી નાકાબંધી કરી છે પરંતુ લૂંટારૂઓનો પત્તો લાગ્યો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ