બ્રેકિંગ ન્યુઝ
VTV / Cabinet approves interest subvention of 1.5 pc on short-term farm loans of up to Rs 3 lakh: I&B Minister
Hiralal
Last Updated: 04:04 PM, 17 August 2022
ADVERTISEMENT
મોદી સરકારે ખેડૂતોને એક મોટી રાહત આપી છે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે એક મોટો નિર્ણય લેવાયો છે. બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે એવું જણાવ્યું કે સરકાર ખેડૂતોને સશક્ત બનાવવા માટે સતત કામ કરી રહી છે. આ બેઠકમાં 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર 1.5 ટકા છૂટને મંજૂરી આપવામાં છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ યોજના હેઠળ, 2022-23 થી 2024-25 ની વચ્ચે 34,856 કરોડ રૂપિયાની વધારાની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.
Cabinet approves interest subvention of 1.5% per annum on short-term agriculture loan up to Rs 3 lakh. The decision has been taken to ensure adequate credit flow in the agriculture sector: Union Minister Anurag Thakur pic.twitter.com/i0PbZ88c8F
— ANI (@ANI) August 17, 2022
ADVERTISEMENT
ખેડૂતો લઈ શકશે સસ્તી કૃષિ લોન
સરકારના આ નિર્ણયથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રે પુરતી લોન મળી રહેશે. સરકારે ખેડૂતોને લોન માફી આપવાની સાથે ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ ફંડમાં વધારાને પણ મંજૂરી આપી દીધી છે. સરકારનું આ પગલું કૃષિ ક્ષેત્રને વેગ આપશે. મોદી કેબિનેટના બુધવારના બે નિર્ણયથી ખેડૂતો સસ્તા દરની કૃષિ લોન લઈ શકશે એક રીતે ખેડૂતોને જનમાષ્ટમીના તહેવારોની ભેટ મળી છે.
Cabinet approved enhancement of limit of emergency credit line guarantee scheme by Rs 50,000 crore for Travel, Tourism and Hospitality sector: Union Minister Anurag Thakur
— ANI (@ANI) August 17, 2022
ઈમરજન્સી ક્રેડિટ ગેરન્ટી સ્કીમનું બજેટ વધીને 5 લાખ કરોડ થયું
મોદી સરકારે ખેડૂતોને સસ્તા દરની કૃષિ લોન આપવા માટે ઈમરજન્સી ક્રેડિટ ગેરન્ટી સ્કીમના બજેટમાં વધારાની પણ જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટે ઈમરજન્સી ક્રેડિટ ગેરન્ટી સ્કીમનું બજેટ 50,000 કરોડથી વધારીને 5 લાખ કરોડ કર્યું છે.
સરકારના બે મોટા નિર્ણય
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.