બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / buxar train accident north east express derails in bihar

અકસ્માત / બિહારના બક્સરમાં મોટી ટ્રેન દુર્ઘટનાઃ નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી પડી, 4 મુસાફરોના મોત અને 100થી વધુ ઈજાગ્રસ્ત

Malay

Last Updated: 07:54 AM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bihar Train Accident: બિહારના બક્સરમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ઘટી છે, જેમાં 4 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે

  • બિહારના બક્સરમાં ગોઝારો અકસ્માતની ઘટના
  • ટ્રેન પાટા પરથી ઉતરી જતા 4 લોકોના મોત 
  • 100થી વધુ ઘાયલ લોકોને સારવારમાં ખસેડાયા 

Bihar Train Accident:  બિહારના બક્સર જિલ્લામાં બુધવારે રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ. દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી ગુવાહાટીના કામાખ્યા સ્ટેશન તરફ જતી નોર્થ-ઈસ્ટ એક્સપ્રેસ રાત્રે 9.35 વાગ્યે બક્સર જિલ્લાના રઘુનાથપુર રેલવે સ્ટેશનની પાસે પાટા પરથી ઉતરી ગઈ. આ અકસ્માતમાં ટ્રેનના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને 4 લોકોના મોત થયા. જ્યારે  100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

20 લોકોની હાલત ગંભીર
ટ્રેન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 20 લોકોની હાલત ગંભીર છે અને તેઓને સારવાર માટે પટના એઈમ્સમાં રિફર કરવામાં આવ્યા છે. આથી મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

અકસ્માતનું કારણ જાણવા મળ્યું નથીઃ અંશુલ અગ્રવાલ 
બક્સરના ડીએમ અંશુલ અગ્રવાલે જણાવ્યું કે, અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને પટના રિફર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ઈજાગ્રસ્તોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ અકસ્માત કેવી રીતે સર્જાયો તેનું કારણ બહાર આવ્યું નથી.

SDRFની ટીમ એક્શનમાં
ટ્રેન દુર્ઘટના બાદ બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ આ મામલે સતત નજર રાખી રહ્યા છે. તેજસ્વી યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે બિહાર એસડીઆરએફની ટીમ સક્રિય રીતે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. હોસ્પિટલ એલર્ટ મોડ પર છે. 

આ ટ્રેનોના રૂટ બદલવા પડ્યા
નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ અકસ્માત બાદ DDU પટણા રેલ રૂટ પ્રભાવિત થયો છે. ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. બનારસ અને પટના વચ્ચે દોડતી 15125/15126 જન શતાબ્દી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. 12948 પટના અમદાવાદ સ્પેશિયલ ટ્રેન અને 12487 જોગબની આનંદ વિહાર સુપરફાસ્ટ એક્સપ્રેસનો રૂટ પણ બદલવામાં આવ્યો છે. આ ટ્રેનોને હાજીપુર છપરા બનારસ પ્રયાગરાજ થઈને ચલાવવામાં આવશે. ડાઉન ડાયરેક્શનમાં 12149 પુણે દાનાપુર એક્સપ્રેસ, 12141 લોકમાન્ય તિલક પાટલીપુત્ર એક્સપ્રેસ અને 12424 નવી દિલ્હી ડિબ્રુગઢ રાજધાની એક્સપ્રેસને દીનદયાળ ઉપાધ્યાય જંક્શન સાસારામ આરા થઈને ચલાવવામાં આવી રહી છે. જ્યારે આનંદ વિહાર ભાગલપુર વિક્રમશિલા એક્સપ્રેસ, ભગત કી કોઠી-કામખ્યા જંક્શન એક્સપ્રેસ, નવી દિલ્હી રાજેન્દ્ર નગર તેજસ એક્સપ્રેસ, આનંદ વિહાર ભાગલપુર ગરીબ રથ એક્સપ્રેસ, આનંદ વિહાર જોગબની સુપરફાસ્ટ એક્સપ્રેસ, સિક્કિમ મહાનંદા એક્સપ્રેસ અને આનંદ વિહાર-મધુપુર જંક્શન સુપરફાસ્ટ એક્સપ્રેસને દિનદયાલ ઉપાધ્યાય જંકશન ગયા પટના થઈને ચલાવવામાં આવી રહી છે.

હેલ્પલાઈન નંબર જાહેર
રેલવે પ્રશાસને હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.
પટના - 9771449971
દાનાપુર - 8905697493
આરા - 8306182542
કોમર્શિયલ કંટ્રોલ - 7759070004

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ