બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેરબજારમાં તેજી, સેન્સેક્સ 80,000ને પાર, ખુલતા જ રોકાણકારો 3.62 લાખ કરોડ રૂપિયા કમાયા

બિઝનેસ / શેરબજારમાં તેજી, સેન્સેક્સ 80,000ને પાર, ખુલતા જ રોકાણકારો 3.62 લાખ કરોડ રૂપિયા કમાયા

Last Updated: 11:58 AM, 23 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારમાં સતત સાતમા દિવસે તેજી જોવા મળી રહી છે. જેના કારણે સેન્સેક્સમાં અત્યાર સુધીમાં 7,100થી વધુ અંકનો વધારો નોંધાયો છે. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જમાં પણ આ દિવસોમાં લગભગ 2,000 અંકની તેજી આવી છે. ચાલો જાણીએ કે બુધવારે શેર બજારનો શું હાલ છે?

નિફ્ટી પણ ધમાલ મચાવી રહ્યો છે

એનએસઈનો મુખ્ય સૂચકાંક નિફ્ટી પણ ભારે ધમાલ મચાવી રહ્યો છે. આંકડાઓ પ્રમાણે નિફ્ટી 100થી વધુ દિવસોની ઉંચાઈ પર પહોંચી ગયો છે. તેનો અર્થ એ છે કે 10 જાન્યુઆરી પછી નિફ્ટી 24,350થી વધુ અંકે વેપાર કરી રહ્યો છે. ખાસ વાત એ છે કે, નિફ્ટી હવે તેના ઓલટાઈમ હાઈથી માત્ર 2,000 અંક દૂર છે, જે 27 સપ્ટેમ્બર 2024ના રોજ નોંધાયો હતો.

બુધવારે સવારે 9:45 વાગે નિફ્ટી 160 અંકની તેજી સાથે 24,332.95 અંકે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે વેપાર દરમિયાન નિફ્ટી 24,359.30 સુધી પહોંચી ગયો હતો. છેલ્લા સાત વેપાર દિવસોમાં નિફ્ટીમાં લગભગ 2,000 અંકની તેજી આવી છે. જાણકારોનું કહેવું છે કે આવનારા દિવસોમાં પણ આ તેજી ચાલુ રહી શકે છે.

દેશની ટોપ 10 કંપનીઓમાં કેટલી તેજી

  • દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આશરે 1%નો વધારો જોવા મળ્યો છે અને શેર 1301 રૂપિયામાં ટ્રેડ થઈ રહ્યો છે.
  • દેશની સૌથી મોટી આઈટી કંપનીના શેરમાં 2%નો ઉછાળો જોવા મળ્યો છે અને શેર લગભગ 3400 રૂપિયે ટ્રેડ થઈ રહ્યો છે.
  • ઇન્ફોસિસના શેરમાં 3.43%નો વધારો થયો છે અને શેર 1471 રૂપિયે ટ્રેડ થઈ રહ્યો છે.
  • આઈસીઆઈસીઆઈ બેંક 0.47%ની તેજી સાથે 1422 રૂપિયે ટ્રેડ થઈ રહ્યો છે.
  • એચયૂએલના શેરમાં લગભગ 1%નો વધારો જોવા મળ્યો છે અને શેર 2419 રૂપિયે ટ્રેડ થઈ રહ્યો છે.
  • એરટેલના શેરમાં થોડા ઘટાડા સાથે શેર 1849 રૂપિયે ટ્રેડ થયો.
  • આઈટીસીનો શેર 0.33%ના ઘટાડા સાથે 432 રૂપિયે ટ્રેડ થઈ રહ્યો છે.
  • એસબીઆઈનો શેર લગભગ 822 રૂપિયે ટ્રેડ થઈ રહ્યો છે જેમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.
  • એચડીએફસી બેંકના શેરમાં 0.56%નો ઘટાડો થયો છે અને શેર 1951 રૂપિયે ટ્રેડ થઈ રહ્યો છે.
  • બજાજ ફિનસર્વના શેરમાં 0.81%નો ઘટાડો નોંધાયો છે અને શેર 2061 રૂપિયે ટ્રેડ થઈ રહ્યો છે.

રોકાણકારોને મોટો લાભ

શેરબજારમાં આવી તેજી હોવાના કારણે બુધવારે બજાર ખુલતાં જ રોકાણકારોને મોટો લાભ થયો છે. રોકાણકારોને થયેલો નફો કે નુકસાન BSEના માર્કેટ કેપિટલાઈઝેશન સાથે જોડાયેલો છે. આંકડાઓ મુજબ, એક દિવસ પહેલાં BSEનું માર્કેટ કેપ 4,27,37,717.23 કરોડ રૂપિયા હતું. જે બુધવારે BSEના હાઈ પર જતાં 4,30,99,457.63 કરોડ રૂપિયા થઈ ગયું.

વધુ વાંચો: દલાલ સ્ટ્રીટમાં બુલની દહાડ, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યા

એટલે કે માત્ર બજાર ખુલતાં જ રોકાણકારોને રૂપિયા 3,61,740.4 કરોડનો લાભ થયો છે. છેલ્લાં સાત વેપાર દિવસોમાં રોકાણકારોને કુલ રૂપિયા 7.17 લાખ કરોડની કમાણી થઈ ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock market Sensex investment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ