બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સોનાની સામે વધી ચાંદીની ચમક, 1 વર્ષમાં 108% વળતર, શું હવે ચાંદીનો ભાવ ₹2 લાખ વટાવશે ?

બિઝનેસ / સોનાની સામે વધી ચાંદીની ચમક, 1 વર્ષમાં 108% વળતર, શું હવે ચાંદીનો ભાવ ₹2 લાખ વટાવશે ?

Priykant Shrimali

Last Updated: 09:26 AM, 3 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Silver Investment : ચાંદી છેલ્લા 46 વર્ષનો રેકોર્ડ તોડીને અનોખી તેજી બતાવી રહી છે-શું હવે ભાવ અદભૂત ₹2 લાખની સપાટીએ પહોંચશે? રોકાણકારોમાં એક જ પ્રશ્ન, શું ચાંદી ફરી ઈતિહાસ રચવા જઈ રહી છે?, અહીં જાણો તમામ વિગતો

Silver Investment : સોનાની સામે ચાંદી આ વખતે વધુ ચમકી રહી છે. 2025 માં વૈશ્વિક તેમજ ભારતીય બજારમાં ચાંદીના ભાવમાં એવું ઉછાળું જોવા મળ્યું કે, રોકાણકારો અચંબામાં પડી ગયા છે. માત્ર એક વર્ષમાં ચાંદીના ભાવ 102% થી 108% સુધી ઉછળ્યા છે. ન્યૂ યોર્કથી લઈને નવી દિલ્હી સુધી… બધે ચાંદીનું રાજ!

ભારતીય MCX માર્કેટમાં ચાંદી પ્રથમ વખત ₹1.81 લાખ પ્રતિ કિલો પાર કરી ગઈ જ્યારે સોમવારે તો ચાંદી ₹1,82,998 ની લાઈફટાઈમ હાઇ સુધી પહોંચી. આમ છતાં મંગળવારે થોડું નફો બુકિંગ થતા ભાવ થોડા ઘટ્યા. છતાં એક મોટો પ્રશ્ન ઉભો થયો-શું હવે ચાંદી સીધી ₹2 લાખ સુધી જશે?

વિદેશી બજારમાં 46 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

1979 પછી ચાંદી માટે આવું વર્ષ ક્યારેય આવ્યું નહોતું. હવે 2025માં ચાંદીના ભાવ 102% વધવાની ધારણા

  • સોમવારનો રેકોર્ડ ભાવ : $58.83 પ્રતિ ઔંસ
  • હાલ ભાવ : $57.42 પ્રતિ ઔંસ

કોમર્ઝબેન્કે 2026 માટે ભાવ $59 પ્રતિ ઔંસ સુધી જવાની આગાહી કરી

ઓક્ટોબર 2023 થી ચાંદી સતત ઉપર જતી રહી છે. $20.67 પ્રતિ ઔંસથી સીધા $54.38 સુધી-અથવા 163% નો ઉછાળો! એ પહેલાં 2008–2011 દરમિયાન ચાંદીએ 431% નો ઐતિહાસિક ઉછાળો આપ્યો હતો.

MCX માં 108% વળતર-રોકાણકારો ખુશ

ભારતમાં ચાંદીના ભાવનું પ્રદર્શન અદભૂત રહ્યું છે.

  • ગયા વર્ષનો ભાવ : ₹87,233 પ્રતિ કિ.ગ્રા.
  • હાલનો ભાવ : ₹1,81,601 પ્રતિ કિ.ગ્રા.
  • કુલ વધારો : ₹94,368 પ્રતિ કિ.ગ્રા.
  • Lifetime High : ₹1,82,998 પ્રતિ કિ.ગ્રા.

આટલો ઉછાળો ભારતીય વાયદા બજારમાં બહુ વર્ષોથી જોવા મળ્યો નહોતો.

ચાંદી એટલી ઝડપથી કેમ વધી રહી છે?

ચાંદીની તેજી પાછળ બે મોટા કારણો છે:

ઔદ્યોગિક (Industrial) માંગમાં જોરદાર વધારો

LSEG ડેટા અનુસાર 2023 : 644 મિલિયન ઔંસ અને 2024: 689.1 મિલિયન ઔંસ. માત્ર સૌર પેનલ માટે : 243.7 મિલિયન ઔંસ (2020 ની સરખામણીમાં 158% વધારે) સૌર પેનલ ઉદ્યોગ ચાંદીનો સૌથી મોટો ગ્રાહક બની રહ્યો છે. 2030 સુધીમાં વિશ્વમાં 4,000 GW નવી સૌર ક્ષમતા ઉમેરાશે. આથી દર વર્ષે ચાંદીની માંગમાં 150 મિલિયન ઔંસનો વધારે થવાની શક્યતા.

ઉત્પાદન ઘટવું + રોકાણકારોનો વધતો રસ

ચાંદીનું ઉત્પાદન ઘટવું અને ETFમાં રોકાણ વધવું.અમેરિકન ફેડ વ્યાજ દરો ઘટાડે તો ચાંદી વધુ મોંઘી બનવાની શક્યતા છે.

હવે સૌથી મોટી વાત કે શું ચાંદી ખરેખર ₹2 લાખ સુધી જશે?

બજારમાં આ પ્રશ્ન સતત ચર્ચામાં છે. નિષ્ણાતોના મત મુજબ આ મહિને માર્ચ કોન્ટ્રાક્ટ ₹1,85,000 – ₹1,90,000 સુધી જઈ શકે. 2026 ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતના બજારમાં ચાંદી ₹2 લાખ સુધી પહોંચવાની પૂરી શક્યતા છે. નિષ્ણાંતોના મત મુજબ ફેડ વ્યાજ દર ઘટાડશે તો ચાંદીમાં ફરી તેજી આવશે. ETF માંગ પણ વધી રહી છે. ફેબ્રુઆરી–માર્ચ વચ્ચે ભાવ ₹2 લાખ શક્ય.

આ પણ વાંચો : ક્યાંક તમે તો આવી ભૂલ નથી કરી ને? આ રીતે ફટાફટ ચેક કરો

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

silver rally silver investment silver price
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ