બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:28 PM, 2 December 2025
ઘણા કરદાતાઓએ 16 સપ્ટેમ્બર અગાઉ પોતાનો ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી દીધું હોવા છતાં પણ તેમના એકાઉન્ટમાં રિફંડ આવતું નથી. આથી ચિંતા થવી સ્વાભાવિક છે, પરંતુ રિફંડમાં થતા આ વિલંબ પાછળનાં કારણો સામાન્ય રીતે ટેક્નિકલ ભૂલો અથવા ડેટા મિસમેચ હોય છે. આવકવેરા નિયમો મુજબ, સામાન્ય રીતે રિટર્ન ફાઇલ અને વેરિફાય કર્યાના થોડા જ અઠવાડિયામાં કરદાતાને રિફંડ મળી જાય છે. ઘણા કરદાતાઓને તેમનું રિફંડ મળી ગયું છે, પરંતુ કેટલાક લોકોને હજુ પણ Refund Awaited અથવા Not Credited જેવા સ્ટેટસ દેખાઈ રહ્યા છે. આવાં કેસોમાં સૌથી પહેલા રિટર્ન સ્ટેટસ ચેક કરવું અત્યંત જરૂરી છે.
ADVERTISEMENT

જેઓ 16 સપ્ટેમ્બર સુધી રિટર્ન ન ભરી શક્યા, તેઓ 31 ડિસેમ્બર સુધી Belated Return કરી શકે છે, પરંતુ તેને પેનલ્ટી લાગશે. આવું વિભાગે સ્પષ્ટ કર્યું છે. પરંતુ જે લોકોએ સમય પર ITR દાખલ કર્યું છે, તેમના રિફંડને અટકાવનારા મુખ્ય કારણોમાં પૂર્વવૈલિડેશનનો અભાવ, નામ મિસમેચ, ખોટી બેંક વિગતો અને PAN-આધાર લિંક ન હોવું સામેલ છે.
ADVERTISEMENT

રિફંડ ન મળવાનું પ્રથમ સામાન્ય કારણ છે ખોટી બેંક ડીટેઇલ. એકાઉન્ટ નંબર અથવા IFSC કોડમાં એક અંક પણ ખોટો હશે તો રિફંડ નહીં મળે. એ જ રીતે PAN કાર્ડ પરનું નામ અને બેંક એકાઉન્ટમાંનું નામ અલગ હશે તો સિસ્ટમ રિફંડ ઓટોમેટિક બ્લોક કરી શકે છે. આ ઉપરાંત ITR રિફંડ માત્ર તે બેંક એકાઉન્ટમાં જ જમા થાય છે જે ઇનકમ ટેક્સ પોર્ટલ પર Pre-validated હોય. જો પ્રિવેલિડેશન થયું ન હોય, તો રિફંડ જમા થતો નથી. તે ઉપરાંત PAN અને આધાર લિંક ફરજિયાત છે. લિંક ન હોય તો રિટર્ન પ્રોસેસિંગમાં વિલંબ થાય છે.
ADVERTISEMENT

ઘણા વખત ખોટા ડિડક્શન ક્લેમ કરવાથી પણ રિફંડ અટકી જાય છે. વિભાગ એ પ્રકારનાં કેસોમાં રિફંડ પ્રોસેસ કરતાં પહેલા ચકાસણી કરે છે. રિફંડ સ્ટેટસ ચેક કરવું ખૂબ સરળ છે. કરદાતા ઇનકમ ટેક્સની અધિકૃત વેબસાઇટમાં PAN અને પાસવર્ડથી લોગિન કરી ‘View Filed Return’ પર જઈ પોતાનો રિફંડ સ્ટેટસ જોઈ શકે છે. જો સ્ટેટસમાં રિફંડ “Failed” દેખાય તો તરત જ “Refund Re-issue” માટે અરજી કરી શકાય છે. Refund Re-issue પ્રક્રિયામાં PAN, Assessment Year અને સંબંધિત માહિતી ભરી અને ઈ-વેરિફાઈ કર્યા બાદ રીઈશ્યુ રિક્વેસ્ટ સબમિટ કરવી પડે છે. ત્યારબાદ વિભાગ ફરી નિરીક્ષણ કરીને રિફંડ ચુકવણીની પ્રક્રિયા શરૂ કરે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: શું તમારું પણ આ બેંકમાં છે એકાઉન્ટ? તો વારંવાર ATMમાંથી રૂપિયા ન ઉપાડતા, જાણો કેમ
આવકવેરા નિષ્ણાંતો કહે છે કે, માત્ર રાહ જોવાથી ઉકેલ મળતો નથી, સ્ટેટસ ચેક કરો, માહિતી સુધારો, PAN-આધાર લિંક કરો, એકાઉન્ટ પ્રિવેલિડેટ કરો તો રિફંડ સરળતાથી મળી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.