બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું તમારું પણ આ બેંકમાં છે એકાઉન્ટ? તો વારંવાર ATMમાંથી રૂપિયા ન ઉપાડતા, જાણો કેમ

તમારા કામનું / શું તમારું પણ આ બેંકમાં છે એકાઉન્ટ? તો વારંવાર ATMમાંથી રૂપિયા ન ઉપાડતા, જાણો કેમ

Ajitsinh Jadeja

Last Updated: 12:11 PM, 2 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bank Account: 1 ફેબ્રુઆરી 2025 થી અમલમાં આવતા એસબીઆઇએ ATM વ્યવહારો માટે મફત મર્યાદા અને ફી અંગે નવા નિયમો લાગુ કર્યા છે.

Bank Account: 1 ફેબ્રુઆરી 2025 થી અમલમાં આવતા એસબીઆઇએ ATM વ્યવહારો માટે મફત મર્યાદા અને ફી અંગે નવા નિયમો લાગુ કર્યા છે. આ પછી બધા ગ્રાહકો પર એક જેવી ફ્રી લિમિટ લાગુપડે છે.

તમને વારંવાર એટીએમમાંથી પૈસા ઉપાડવાની આદત હોય તો તમારે થોડી વધુ કાળજી લેવાની જરૂર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એટીએમ ટ્રાજેક્સન અંગેના નિયમોમાં ફેરફાર કર્યા છે. ફ્રી ટ્રાજેક્શન મર્યાદા પુરી થતા તમારા વોલેટ પર સીધી અસર પડશે. ફેબ્રુઆરી અને મે 2025 માં લાગુ કરાયેલા નિયમોને કારણે એટીએમનો ઉપયોગ પહેલા કરતા વધુ મોંઘો થઈ ગયો છે. ચાલો આજે જાણીએ કે એટીએમમાંથી વારંવાર પૈસા ઉપાડતા પહેલા તમારે શા માટે સાવધ રહેવું જોઈએ અને ચાર્જ કેટલો વધ્યો છે.

Bank-Job

1 ફેબ્રુઆરી 2025 થી એસબીઆઇએ ATM વ્યવહારો માટે ફ્રી લિમિટ અને ફી અંગે નવા નિયમો લાગુ કર્યા છે. આ પછી સમાન મફત મર્યાદા બધા ગ્રાહકો માટે લાગુ પડે છે. આ નવા નિયમો સાથે દરેક ગ્રાહકને હવે દર મહિને એસબીઆઇ એટીએમ પર પાંચ અને અન્ય બેંકના એટીએમ પર 10 ફ્રી ટ્રાંજેક્સન મળે છે. આનો અર્થ એ થાય કે દર મહિને કુલ 15 ફ્રી ટ્રાજેકસન મળે છે.

જો ગ્રાહકો તેમના ખાતામાં સરેરાશ 1 લાખથી વધુનું બિલ રાખે છે, તો તેમને બંને પ્રકારના એટીએમ પર અનલિમિટેડ ફ્રી ટ્રાજેકસન મળે છે. જો તમે ફ્રી ટ્રાજેક્શન લિમિટ કરતાં વધુ પૈસા ઉપાડો છો, તો તમારે એસબીઆઇ એટીએમ પર રૂપિયા 15 + GST ​​અને અન્ય બેંકના એટીએમ પર 21 રૂપિયા + GST ​​ચૂકવવા પડશે.

ATM-money-stolen,

આ સીવાય એસબીઆઇ એટીએમ પર બેંક બેલેન્સ ચેક અને મિની સ્ટેટમેન્ટ માટે પણ કોઈ ફી લાગતી નથી. જો કે આ સેવાઓ માટે અન્ય બેંકના એટીએમ પર 10 રૂપિયા + GST ​​વસૂલવામાં આવે છે. વધુમાં જો ખાતામાં અપૂરતા ભંડોળને કારણે એટીએમ વ્યવહાર નિષ્ફળ જાય છે, તો એસબીઆઇ 20 રૂપિયા + GST ​​દંડ વસૂલ કરે છે. આ નિયમ પહેલાથી જ અમલમાં છે.

vtv app promotion

આ પણ વાંચોઃ 5 જ વર્ષમાં માલામાલ બનાવી દેશે પોસ્ટ ઓફિસની આ ધાંસૂ સ્કીમ, રિટર્ન પણ લાખોમાં!

આરબીઆઇ એ 1 મે 2025 થી એટીએમ ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવાનો પણ નિર્ણય લીધો છે. આ મફત મર્યાદા પછી ગ્રાહકો પાસેથી પ્રતિ વ્યવહાર 23 રૂપિયા વસૂલવામાં આવે છે. તેથી ગ્રાહકોને તેમની ફ્રી લિમિટનું ધ્યાન રાખવાની અને જરૂરી ન હોય ત્યાં સુધી વારંવાર એટીએમનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવે છે. એસબીઆઇ અનુસાર આ ફેરફારો ડિજિટલ બેંકિંગને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SBI New Rules Sbi Atm Charges ATM Free Limit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ