બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 5 જ વર્ષમાં માલામાલ બનાવી દેશે પોસ્ટ ઓફિસની આ ધાંસૂ સ્કીમ, રિટર્ન પણ લાખોમાં!

કામની વાત / 5 જ વર્ષમાં માલામાલ બનાવી દેશે પોસ્ટ ઓફિસની આ ધાંસૂ સ્કીમ, રિટર્ન પણ લાખોમાં!

Nirav Kumar

Last Updated: 09:24 PM, 1 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય પોસ્ટ વિભાગ એક શાનદાર સેવિંગ યોજના ચલાવે છે. જેમાં તમે રોકાણ કરીને 1.5 લાખ રૂપિયા સુધીની ઇન્કમ ટેક્સની મુક્તિ પણ મેળવી શકો છો.

જો તમે કોઈ સેફ જગ્યાએ પૈસાનું રોકાણ કરવા માંગો છો તો પોસ્ટ વિભાગની એક યોજના તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. જેમાં સૌથી વધુ વ્યાજ દર મળે છે અને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ પણ મળે છે. કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈને લાખો રૂપિયા બચાવી શકે છે. આ યોજના સૌથી ઓછા સમયમાં ઊંચા વ્યાજ દર આપે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમે પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકો છો.

  • નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ યોજના
    ભારતીય ટપાલ વિભાગ એક એવી યોજના ચલાવી રહ્યું છે જે ટૂંકા ગાળામાં ઊંચા વ્યાજ દર આપે છે. આ યોજના NSC કે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ તરીકે ઓળખાય છે. જેમાં 5 વર્ષ માટે પૈસા ફિક્સ કરવામાં આવે છે અને લગભગ 7.7% વ્યાજ દર આપવામાં આવે છે. આ યોજના સૌથી ઓછા સમયમાં સૌથી વધુ વ્યાજ દર ઓફર કરે છે.
vtv app promotion
  • 1.5 લાખ રૂપિયાની છૂટ
    જો તમે આ યોજના હેઠળ લાખો રૂપિયા જમા કરો છો તો તમને 1.5 લાખ રૂપિયા સુધીની ઇન્કમ ટેક્સની મુક્તિ મળશે. આ યોજના ફક્ત 1 હજાર રૂપિયાથી શરૂ કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ આ યોજના હેઠળ 5 વર્ષ માટે 10 લાખ રૂપિયા જમા કરાવે છે તો તેને 4.49 લાખ રૂપિયાનું વ્યાજ મળશે. પણ આ રકમ પાંચ વર્ષ માટે ફિક્સ કરવી પડે છે અને આ સમયગાળા દરમિયાન રકમ ખાતામાંથી ઉપાડી શકાતી નથી.

વધુ વાંચો : IT રિટર્ન ભરવામાં જો-જો આવી ભૂલ કરતા, નહીંતર ઘરે નોટિસ આવશે!

  • કયા ડોક્યુમેન્ટ જરૂરી?
    આ યોજનાનો લાભ લેવા માંગતા કોઈપણ વ્યક્તિ તેમની નજીકની કોઈપણ સબ-પોસ્ટ ઓફિસ અથવા મુખ્ય પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકે છે. આ યોજના તમામ કેટેગરીના લોકો માટે ખુલ્લી છે અને સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ બંને સરળતાથી ખાતું ખોલી શકે છે. ખાતું ખોલવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ અને બે ફોટોગ્રાફ્સની જરૂર પડે છે. તેમાં તમે 1000 રૂપિયા થી 1 લાખ રૂપિયા સુધી ગમે જમા કરાવી શકો છો.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Post Department Income Tax National Savings Certificate
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ