બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:50 AM, 9 April 2025
આજે, આરબીઆઈ તરફથી કરોડો ગ્રાહકોને રાહત મળી શકે છે. આજે ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠકનો છેલ્લો દિવસ છે, જે 7 એપ્રિલથી શરૂ થઈ હતી. આ બેઠકના અંત પછી, RBI ગવર્નર સંજય મલ્હોત્રા રેપો રેટમાં 0.25% થી 0.50% સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી શકે છે. જો RBI દ્વારા આ જાહેરાત કરવામાં આવે છે તો કાર લોન, હોમ લોન અને પર્સનલ લોન સસ્તી થઈ જશે.
ADVERTISEMENT

જોકે, બેંકમાં ડિપોઝિટ રેટમાં કોઈ ફેરફાર થવાની આશા બહુ ઓછી છે. એટલે કે, હોમ લોન લેનારાઓને બેંક તરફથી લાભ મળી શકે છે, પરંતુ થાપણદારોને તેનો લાભ મળવાનો નથી. એક અહેવાલમાં ICRS ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અનિલ ગુપ્તાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે બજાર હાલમાં અસ્થિર સ્થિતિમાં છે, તેથી છૂટક રોકાણકારોમાં કેવા પ્રકારના વર્તણૂકીય ફેરફારો થઈ રહ્યા છે તે તાત્કાલિક નહીં, લાંબા ગાળે જાણી શકાશે. પરંતુ હાલમાં, ફિક્સ્ડ ડિપોઝિટના દર અને બચત ખાતાના દર વચ્ચે ઘણો તફાવત છે.
ADVERTISEMENT
RBIનો ફુગાવો નિયંત્રણનો ટાર્ગેટ 2% થી 6% ની વચ્ચે હોય છે અને હાલમાં ભારત આ બેન્ડમાં રહે છે. આનો અર્થ એ થયો કે હવે RBIનું ધ્યાન વૃદ્ધિને વેગ આપવા પર રહેશે. નાના વ્યવસાયો, સ્ટાર્ટઅપ્સ અને સામાન્ય લોકો માટે આ રાહતના સમાચાર હશે.

ADVERTISEMENT
રાહતની આશા
તેમણે કહ્યું કે, બેંક પર લિક્વિડિટી કવરેજ રેશિયો પર દબાણ હોવાને કારણે ફિક્સ્ડ ડિપોઝિટમાં તાત્કાલિક ઘટાડો થવાની અપેક્ષા નથી. વાસ્તવમાં, RBI જે વ્યાજ દરે અન્ય બેંકોને પૈસા આપે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે RBI દ્વારા વ્યાજ દર સસ્તો કરવામાં આવે છે, ત્યારે બેંકો પણ લોનના વ્યાજ દરમાં ઘટાડો કરીને તેમના ગ્રાહકોને લાભ આપે છે.
ADVERTISEMENT
બજારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, RBI દ્વારા સમયાંતરે આ અંગે નિર્ણયો લેવામાં આવે છે. તેનો અર્થ એ કે મોંઘવારીમાં વધારો કે ઘટાડો બજારમાં લિક્વિડીટી પર આધાર રાખે છે. એવામાં ઘણી વખત RBI દ્વારા ફુગાવો ઘટાડવા માટે પગલાં લેવામાં આવે છે, પરંતુ જ્યારે બજારમાં વસ્તુઓ સામાન્ય હોય છે અથવા ધીમી ગતિએ આગળ વધી રહી હોય છે, ત્યારે લિક્વિડીટી વધારવા માટે રેપો રેટમાં ઘટાડો જાહેર કરવામાં આવે છે.
આ પણ વાંચો: હોમ લોનના EMI ચૂકવતી વખતે કરો આ પ્લાનિંગ, તમને હજારો રૂપિયાની થશે બચત
ADVERTISEMENT
રેપો રેટમાં ઘટાડાનું મહત્ત્વ
ગયા ફેબ્રુઆરીમાં, RBI એ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ રેપો રેટ 6.50% થી ઘટીને 6.25% થયો હતો. જૂન 2023 માં, RBI દ્વારા રેપો રેટ વધારીને 6.50% કરવામાં આવ્યો હતો. એટલે કે 5 વર્ષે આ ફેરફાર થયો હતો.
ADVERTISEMENT
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.