ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Budget 2026-27 / હોમ લોનના EMI ચૂકવતી વખતે કરો આ પ્લાનિંગ, તમને હજારો રૂપિયાની થશે બચત

કામની વાત / હોમ લોનના EMI ચૂકવતી વખતે કરો આ પ્લાનિંગ, તમને હજારો રૂપિયાની થશે બચત

Last Updated: 09:12 PM, 8 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI તેની ફાયનાન્શિયલ પોલિસીનું એલાન કરવા જઈ રહી છે. જેમાં રેપો રેટ ઘટે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. જો રેપો રેટ ઘટે તો વ્યાજ દર નીચે આવી શકે છે. આથી જો તમે લોન લીધેલી હોય તો પ્રી પેમેન્ટથી તેનો ભાર ઘટી શકે છે.

ADVERTISEMENT

RBI Monetary Policy Committee : ભારતીય રિઝર્વ બેંક (RBI) બુધવારે નાણાકીય નીતિની જાહેરાત કરવા જઈ રહી છે. જેથી એવું માનવામાં આવી રહ્યું છે કે, ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં 0.25 ટકા સુધીનો ઘટાડો કરી શકે છે. તેનાથી તમારા હોમ લોન પરનું વ્યાજ ઘટશે અને આવનારા મહિનાઓમાં તમારા EMI પણ ઘટશે. આ સ્થિતિમાં હોમ લોન સંબંધિત આ ટ્રિક્સ સમજવામાં ફાયદો છે. સમય પહેલાં તમારા હોમ લોનના EMI ચૂકવવાથી તમારા ઘણા પૈસા બચી શકે છે.

  • વ્યાજનો ભાર ઘટશે
    સમય પહેલાં હોમ લોન EMI ચૂકવવી એ હંમેશા એક સ્માર્ટ પગલું માનવામાં આવે છે. તમારા હોમ લોન પર વ્યાજ ઘટાડવાની સાથે તે EMIનો બોજ પણ ઘટાડે છે. હોમ લોનનું પ્રી પેમેન્ટ તમારી પ્રિંસિપલ એમાઉન્ટ ઘટાડે છે જે તમારી લોન ટેન્યોર પણ ઘટાડે છે.
  • સુધરશે CIBIL સ્કોર
    હોમ લોનનુ પ્રી પેમેન્ટ ફક્ત તમારા EMI બોજ અને વ્યાજને નથી ઘટાડતુ પણ સાથે તે તમારા CIBIL સ્કોરને પણ સુધારે છે. CIBIL સ્કોર તમારી લોન લેવાની ક્ષમતાનું પેરામીટર્સ છે. જે તમારી ક્રેડિટ યોગ્યતા નક્કી કરે છે અને તેના આધારે બેંકો તમને લોન આપવાનો નિર્ણય લે છે. CIBIL સ્કોર 750 પોઈન્ટથી ઉપર હોવો સારો માનવામાં આવે છે.
  • હોમ લોનનું વ્યાજ કેટલું ?
    એપ્રિલ 2025 સુધી દેશની અગ્રણી બેંકો SBI, BOB, કોટક બેંક, HDFC બેંક, ICICI બેંક અને અન્ય બેંકોના હોમ લોનના વ્યાજ દર 8.25 ટકાથી 10.25 ટકાની વચ્ચે હોય છે. હવે આવતીકાલે RBI દ્વારા રેપો રેટમાં ફેરફાર થવાને કારણે તેમાં ફેરફાર થઈ શકે છે.

વધુ વાંચો : તમારી પત્ની બચાવી શકે છે તમારો 300000 સુધીનો ઈન્કમ ટેક્સ, જાણો ત્રણ ટ્રિક્સ

એક્સપર્ટ અનુસાર, હોમ લોનનું પ્રી પેમેન્ટ આર્થિક રીતે સારો નિર્ણય હોઈ શકે છે. જો તમારી હોમ લોન ફ્લોટિંગ વ્યાજ દર પર હોય તો આવી હોમ લોનમાં પ્રી પેમેન્ટ પેનલ્ટી નથી લાગતી. ફ્લોટિંગ રેટ વ્યાજ દર હોય છે જે સમય સાથે બદલાય છે. સામાન્ય રીતે ફ્લોટિંગ રેટ ભારતીય રિઝર્વ બેંકના રેપો રેટ સાથે જોડાયેલ હોય છે. આ સ્થિતિમાં જો રેપો રેટ વધે છે તો હોમ લોન પરનું વ્યાજ પણ વધે છે અને જ્યારે રેપો રેટ ઘટે છે ત્યારે તમારી લોન પરનું વ્યાજ દર પણ ઘટે છે. પંરતુ લોન પ્રી પેમેન્ટનો મતલબ માત્ર વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નથી હોતો પણ તે તમારા ફાયનાન્શિયલ ફ્યૂચરને પણ મજબૂત બનાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Financial Policy RBI Loan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ