બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Paytm પેમેન્ટ્સ બેંકને મોટો ઝટકો, RBIની કાર્યવાહીથી વ્યવહાર પર થશે સીધી અસર

તમારા કામનું / Paytm પેમેન્ટ્સ બેંકને મોટો ઝટકો, RBIની કાર્યવાહીથી વ્યવહાર પર થશે સીધી અસર

Priyankka Triveddi

Last Updated: 09:53 AM, 25 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ઓનલાઈન પેમેન્ટ માટે Paytm બેન્કનો ઉપયોગ કરો છો તો સમાચાર ખાસ તમારા માટે છે. RBI એ Paytm બેન્કના તમામ લાયસન્સ તાત્કાલિક ધોરણે બંધ કર્યા છે. તો હવ મુખ્ય પ્રશ્ન એ છે કે જે લોકોના પૈસા Paytm બેન્કમાં જમાં છે તેમને કેવી રીતે પાછા મળશે?

Paytm Payment Bank: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ તાત્કાલિક અસરથી Paytm પેમેન્ટ્સ બેંકનું લાઇસન્સ રદ કરી દીધું છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે વ્યક્તિઓ દ્વારા Paytm પેમેન્ટ્સ બેંકમાં જમા કરાયેલા ભંડોળનું શું થશે. આ સંદર્ભમાં, RBI એ સ્પષ્ટતા કરી છે કે બધા ભંડોળ સુરક્ષિત રહેશે અને ગ્રાહકોને તેમના નાણાં પરત કરવામાં આવશે.

RBI એ રદ્દ કર્યું Paytmનું લાયસન્સ

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા લેવામાં આવેલ એક મહત્વપૂર્ણ નિર્ણયથી ડિજિટલ બેંકિંગ ક્ષેત્રમાં મોટો બદલાવ આવ્યો છે. RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેંકનું લાઇસન્સ રદ કરી દીધું છે અને આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. આ પગલાંને કારણે લાખો ગ્રાહકોમાં ચિંતા ફેલાઈ છે. કારણ કે તેઓ પોતાના ખાતામાં રહેલા પૈસાની સુરક્ષા અંગે વિચારમાં પડી ગયા છે. જોકે, બેંક અને કંપની બંને તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગ્રાહકોના ભંડોળ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેમને પરત કરવામાં આવશે.

Paytm એ આપી ખાતરી

Paytm પેમેન્ટ્સ બેંકના સત્તાવાર પોર્ટલ પર એક ખાસ બેનર બનાવાયું છે જેમાં ગ્રાહકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેમના ખાતામાં રહેલા તમામ પૈસા સુરક્ષિત છે. બેંકે જણાવ્યું છે કે તમામ રોકાણકારોને તેમના પૈસા પરત આપવા માટે પૂરતા ભંડોળ ઉપલબ્ધ છે. તેમ છતાં પૈસા પરત કરવાની ચોક્કસ પ્રક્રિયા વિશે હજી સુધી કોઈ વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી. કંપનીએ ટૂંક સમયમાં આ અંગે વધુ માહિતી આપવાની ખાતરી આપી છે. જેથી ગ્રાહકોને સ્પષ્ટ સમજ મળી શકે.

લાઇસન્સ રદ થયા પછી Paytm પેમેન્ટ્સ બેંક હવે કોઈપણ પ્રકારની બેંકિંગ સેવાઓ આપી શકશે નહીં. એટલે કે હવે તે નવા ટ્રાન્ઝેક્શન સ્વીકારી શકશે નહીં, ખાતામાં જમા અથવા ઉપાડ જેવી સેવાઓ આપી શકશે નહીં અને એક બેંક તરીકે કાર્ય કરવાનું બંધ કરવું પડશે. RBIનો આ નિર્ણય ખાસ કરીને પેટીએમ પેમેન્ટ્સ બેંક માટે લાગુ પડે છે, જ્યારે પેટીએમ એપ પર તેનો સીધો પ્રભાવ નહીં પડે. પેટીએમ એપ યથાવત રીતે કાર્ય કરતી રહેશે, કારણ કે તે અલગ એન્ટિટી છે. વન97 કોમ્યુનિકેશન્સે પણ સ્પષ્ટ કર્યું છે કે પેટીએમ પેમેન્ટ્સ બેંક તેની સહાયક કંપની છે અને બંને અલગ રીતે કાર્ય કરે છે.

આ પણ વાંચો: શેર માર્કેટમાં લિસ્ટ થશે ગેમિંગ કંપની, IPO માટે SEBIને આપ્યો ડ્રાફ્ટ

RBIએ આ કડક પગલું લેવાનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે. બેંકની કામગીરીમાં ગંભીર ખામીઓ જોવા મળી હતી. જેમાં નિયમોનું પાલન ન થવું, મેનેજમેન્ટમાં વિશ્વાસનો અભાવ અને ગ્રાહકોના હિતોને જોખમમાં મૂકતા મુદ્દાઓ સામેલ હતા. RBIએ અગાઉ પણ આ બેંક સામે કાર્યવાહી કરી હતી. 2022માં નવા ગ્રાહકોને જોડવામાં પ્રતિબંધ મૂકાયો હતો અને 2024માં ખાતામાં ભંડોળ જમા કરવા પર પણ રોક લગાવવામાં આવી હતી. આ ઉપરાંત, પેટીએમ FASTag સેવાઓ પર પણ અસર પડી હતી. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને RBIએ અંતે લાઇસન્સ રદ કરવાનો નિર્ણય લીધો. હવે ગ્રાહકો માટે સૌથી મહત્વની બાબત એ છે કે તેઓ કંપની તરફથી આપવામાં આવનારી નવી સૂચનાઓને ધ્યાનથી અનુસરે અને પોતાના ભંડોળની સુરક્ષા અંગે નિશ્ચિત રહે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Paytm Payments Bank પેટીએમ પેમેન્ટ્સ બેંક લાઇસન્સ રદ RBI Action
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ