બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેર માર્કેટમાં લિસ્ટ થશે ગેમિંગ કંપની, IPO માટે SEBIને આપ્યો ડ્રાફ્ટ

બિઝનેસ / શેર માર્કેટમાં લિસ્ટ થશે ગેમિંગ કંપની, IPO માટે SEBIને આપ્યો ડ્રાફ્ટ

Nirav Kumar

Last Updated: 08:38 PM, 24 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વીડિશ ગેમિંગ કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટ થવાની તૈયારી કરી રહી છે. એના IPO માટે તેને SEBI માં ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ પણ કર્યા છે.

એક ગેમિંગ કંપની સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવાની તૈયારી કરી રહી છે. જેમાં સ્વીડિશ ગેમિંગ કંપની મોર્ડન ટાઇમ્સ ગ્રુપ (MTG AB) ની સંપૂર્ણ માલિકીની ભારતીય પેટાકંપની, PlaySimple Games Limited એ 3150 કરોડ રૂપિયાની કિંમતના IPO માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) માં ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા છે. બીજી એક ગેમિંગ કંપની, Nazara Technologies, સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. આ કંપનીના શેરની કિંમત હાલમાં 271 રૂપિયા છે.

  • ઓફર ફોર સેલ સાથે IPO

SEBIમાં ફાઇલ કરાયેલા ડોક્યુમેન્ટ્સ મુજબ, આ IPO સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ (OFS) પર બેસ્ડ હશે. મતલબ કે IPO માં કોઈ નવા શેર રહેશે નહીં. જેમાં માત્ર શેરધારકો કે પ્રમોટર્સ જ તેમનો હિસ્સો વેચશે. તેના ઇશ્યૂની સાઈઝ લગભગ 3150 કરોડ રૂપિયા હોઈ શકે છે. PlaySimple Games Limited ના વર્તમાન પ્રમોટર, MTGx ગેમિંગ હોલ્ડિંગ AB, તેનો હિસ્સો વેચી રહ્યા છે. તે હાલમાં કંપનીનો 97% થી વધુ હિસ્સો ધરાવે છે. MTG એ જણાવ્યું હતું કે IPO બાદ પણ તે PlaySimple માં મેક્સીમમ હિસ્સો જાળવી રાખશે. IPO નું સંચાલન Axis Capital, JPMorgan અને Morgan Stanley દ્વારા લીડ મેનેજર તરીકે કરવામાં આવશે.

VTV DIGITAL
  • મોબાઇલ એન્ટરટેઇનમેન્ટ કંપની

PlaySimple Games Limited એ ભારતમાં આવેલી એક ગ્લોબલ મોબાઇલ એન્ટરટેઇનમેન્ટ કંપની છે જે કેઝ્યુઅલ મોબાઇલ ગેમિંગ પર ફોકસ કરે છે. નાણાકીય વર્ષ 2025 સુધીમાં તે આવકથી ભારતની સૌથી મોટી પ્યોર-પ્લે કેઝ્યુઅલ મોબાઇલ ગેમ્સ કંપની બનવાનો અંદાજ છે અને કેલેન્ડર વર્ષ 2025 માં ડાઉનલોડ્સ દ્વારા મોબાઇલ વર્ડ ગેમ્સ સીરીઝમાં ગ્લોબલ લેવલે પ્રથમ નંબરે છે. ડેટા મુજબ આ વર્ષે વિશ્વભરમાં 731 મિલિયન વર્ડ ગેમ ડાઉનલોડ્સમાંથી આશરે 14 ટકા કંપની તરફથી હતા.

31 ડિસેમ્બર 2025 સુધીમાં કંપની પાસે 5 મુખ્ય સીરીઝમાં 30 લાઇવ કેઝ્યુઅલ મોબાઇલ ગેમ્સનો પોર્ટફોલિયો છે. જેમાં સર્ચ, ક્રોસવર્ડ્સ, એનાગ્રામ્સ, અન્ય વર્ડ ગેમ્સ અને નોન-વર્ડ પઝલનો સમાવેશ થાય છે. તેના પોર્ટફોલિયોમાં વર્ડ સર્ચ એક્સપ્લોર જેવી ફેમસ ગેમ સામેલ છે.

વધુ વાંચો : વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની

FY25 માં PlaySimple Games Limited એ 2259.82 કરોડ રૂપિયાની આવક નોંધાવી હતી જે પાછલા વર્ષના 1876.86 કરોડ રૂપિયાથી વધુ છે. પણ તેનો નફો એક વર્ષ અગાઉના 521.19 કરોડ રૂપિયાથી ઘટીને 359.03 કરોડ રૂપિયા થયો છે. જેના આ વર્ષે કુલ એપ ડાઉનલોડ્સ 150.2 મિલિયન હતા તો ગયા વર્ષે 71.5 મિલિયન હતા. વર્ષ 2025 માં ડાઉનલોડ્સના આધારે કંપનીની 110 થી વધુ દેશોમાં પ્રેજંસ છે.

(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO SEBI Swedish Gaming
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ