બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું પરમેનન્ટ કર્મચારીઓને મળશે 1 વર્ષ બાદ ગ્રેચ્યુટી? જાણી લેજો 30 દિવસનો નિયમ
Last Updated: 09:56 AM, 27 November 2025
Gratuity New Wage Code: ભારત સરકારે ગ્રેચ્યુટીના નિયમોમાં મોટા ફેરફારો કરીને ફિક્સ્ડ-ટર્મ અને કરાર આધારિત કર્મચારીઓ માટે નવી રાહતો અમલમાં મૂકી છે.
ADVERTISEMENT
સરકારે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનાર કર્મચારીઓ માટે એક મોટો ચેન્જ લઈને આવી છે. 21 નવેમ્બરથી દેશમાં 29 શ્રમ કાયદાને બદલે 4 કાયદાઓ લાગુ કર્યા છે. જે અંતર્ગત સેલરી, ગ્રેચ્યુટી, પીએફ, પેન્શન અને સ્વાસ્થ્યને લગતા નિયમોમાં બદલાવ થયા છે. મહિલા વર્કર્સને લેકર ગિગ વર્કર્સ સુધી તમામને સરકાર એક જ કાયદાના દાયરામાં લાવવાનો પ્રયાસ કરી રહી છે અને મોટી રાહત આપી છે.
ADVERTISEMENT
સરકાર દ્વારા નવા શ્રમ કાયદા અંતર્ગત ગ્રેચ્યુટી નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ગ્રેચ્યુઇટી મેળવવા માટે પાંચ વર્ષની સતત સેવા ફરજિયાત હતી પરંતુ હવે સૌથી મોટો બદલાવ એ છે કે ફિક્સ્ડ-ટર્મ કર્મચારીઓ માટે આ અવધિ ઘટાડીને ફક્ત એક વર્ષ રાખવામાં આવી છે. કંપનીઓએ કર્મચારીની સેવા પૂર્ણ થયા બાદ 30 દિવસની અંદર ગ્રેચ્યુઇટી ચૂકવવી ફરજિયાત હશે. જો કંપની ચુકવણીમાં વિલંબ કરે તો 10% વાર્ષિક વ્યાજનો દંડ લાગશે. આ ફેરફારો ખાસ કરીને કરાર આધારિત અને પ્રોજેક્ટ આધારિત ભૂમિકામાં કામ કરતા કર્મચારીઓ માટે મોટા રાહતરૂપ છે.

ADVERTISEMENT
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, નવા નિયમો હેઠળ ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓને હવે પગાર અને લાભોની દ્રષ્ટિએ કાયમી કર્મચારીઓની સમકક્ષ ગણવામાં આવશે. મુખ્ય તફાવત માત્ર એટલો છે કે તેમની ગ્રેચ્યુઇટી માટેની લાયકાત એક વર્ષ નક્કી કરવામાં આવી છે, શરતે કે તેમણે 240 દિવસની સતત સેવા આપી હોય. આ બદલાવના કારણે ટૂંકા ગાળાના કર્મચારીઓને ફક્ત કરાર આધારિત નોકરી હોવાને કારણે ગેરલાભ ન થાય તે સરકાર સુનિશ્ચિત કરવા માગે છે. ઘણા ક્ષેત્રોમાં પ્રોજેક્ટ આધારિત કામ વધતા, આ સુધારો મોટી સંખ્યામાં યુવાઓ અને પ્રોફેશનલ્સને સીધી અસર કરશે.
ADVERTISEMENT
નવા શ્રમ કાયદા મુજબ કુલ વેતનની રચનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં પગાર (wage)નો ભાગ કુલ વળતરનો ઓછામાં ઓછો 50% રાખવામાં આવશે. આ બદલાવને કારણે ગ્રેચ્યુઇટીની ગણતરી માટે વપરાતો પગાર આધાર વધશે. પરિણામે, અનેક કર્મચારીઓ માટે ગ્રેચ્યુઇટીની રકમ અગાઉની સરખામણીએ વધુ મળશે. ગ્રેચ્યુઇટી કાયદામાં આ સુધારો લાંબા ગાળે કામદારોની નાણાકીય સુરક્ષા વધારશે અને નિવૃત્તિ પછીનું સપોર્ટ વધુ મજબૂત બનાવશે એવી નિષ્ણાતોની માન્યતા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની ગજબ સ્કીમ, ફક્ત એકવાર રોકાણ કરો, પછી વ્યાજથી 5 લાખની કમાણી

ADVERTISEMENT
હાલમાં આ પ્રશ્નને લઈને થોડું અનિશ્ચિતતાનું વાતાવરણ છે. ફિક્સ્ડ-ટર્મ કર્મચારીઓ માટે એક વર્ષની શરત સ્પષ્ટ રીતે જાહેર કરવામાં આવી છે, પરંતુ કાયમી કર્મચારીઓ માટે પાંચ વર્ષની નિયમિત સેવા હજી યથાવત રહેશે કે નહીં તે અંગે સ્પષ્ટતા નથી. નિષ્ણાતો જણાવે છે કે ફિક્સ્ડ-ટર્મ અને કાયમી કર્મચારીઓ વચ્ચેનો મુખ્ય તફાવત માત્ર નોકરીની અવધિનો છે – ફિક્સ્ડ-ટર્મ કર્મચારીઓ પાસે પ્રોજેક્ટ આધારિત પૂર્વનિર્ધારિત છેલ્લી તારીખ હોય છે, જ્યારે કાયમી કર્મચારીઓ અનિશ્ચિત સમય માટે સેવામાં રહે છે. નવા કાયદાઓનો ઉદ્દેશ ફિક્સ્ડ-ટર્મ કર્મચારીઓને સમાન હક્કો આપવાનું છે, પરંતુ કાયમી કર્મચારીઓ માટે એક વર્ષનો નિયમ લાગુ પડશે કે નહીં તે અંગેનો અંતિમ નિર્ણય હજી જાહેર થવાનો બાકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.