બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / એ 3 કારણો જેના કારણે વૈશ્વિક શેરબજારોમાં આવ્યો ભારે કડાકો,રોકાણકારોમાં ભય, બજાર ગબડ્યું
Last Updated: 10:36 AM, 30 March 2026
Stock Market Crash: વૈશ્વિક બજારોમાંથી મળતા નકારાત્મક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆત ખરાબ રહી. માર્કેટ ખૂલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો નોંધાતા રોકાણકારોમાં ચિંતા ફેલાઈ ગઈ.
ADVERTISEMENT
સોમવારે અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારે મોટો ઝટકો અનુભવ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ તેના અગાઉના બંધ 73583ની સરખામણીમાં તીવ્ર ઘટાડા સાથે 72565 પર ખુલ્યો હતો. થોડા જ સમયમાં તે વધુ નીચે સરકીને 72391 સુધી પહોંચી ગયો, એટલે કે ખુલતાની સાથે જ લગભગ 1200 પોઈન્ટનો ઘટાડો નોંધાયો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 22819ના અગાઉના બંધની સામે 22549 પર ખુલ્યો અને ત્યારબાદ વધુ ઘટીને 22470 સુધી પહોંચી ગયો. જે આશરે 349 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. શરૂઆતમાં ભારે દબાણ હોવા છતાં ટ્રેડિંગ દરમિયાન થોડુંક સુધારાનો સંકેત પણ જોવા મળ્યો.
ADVERTISEMENT
બજારમાં આવેલા આ ઘટાડામાં ખાસ કરીને બેંકિંગ સેક્ટર સૌથી વધુ પ્રભાવિત રહ્યો. ટ્રેડિંગ શરૂ થતા જ એક્સિસ બેંકના શેરમાં લગભગ 4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો. જ્યારે કોટક મહિન્દ્રા બેંકમાં 3% અને HDFC બેંકમાં આશરે 2.50%નો ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત ICICI બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના શેરમાં પણ ક્રમશઃ 1.70% અને 1.10%સુધીનો ઘટાડો નોંધાયો. લાર્જ-કેપ શેરોમાં પણ દબાણ જોવા મળ્યું. જેમાં બજાજ ફાઇનાન્સ અને ભારતી એરટેલ જેવા શેરોમાં પણ ઘટાડો નોંધાયો. આ તમામ પરિસ્થિતિએ રોકાણકારોમાં અચાનક ભય અને અનિશ્ચિતતા ઊભી કરી છે.
ADVERTISEMENT
ભારતીય બજારમાં આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક બજારોમાંથી મળતા નકારાત્મક સંકેતો માનવામાં આવી રહ્યું છે. એશિયાઈ બજારોમાં પણ ભારે ઉથલપાથલ જોવા મળી હતી. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 2,382 પોઈન્ટ ઘટીને નીચે આવ્યો હતો. જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ પણ 490 પોઈન્ટ ઘટ્યો હતો. દક્ષિણ કોરિયાનો KOSPI ઇન્ડેક્સ પણ 215 પોઈન્ટ ઘટ્યો હતો. આ ઉપરાંત યુરોપિયન બજારોમાં DAX, CAC અને FTSE-100 જેવા સૂચકાંકો પણ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. વૈશ્વિક સ્તરે આવેલી આ નકારાત્મક સ્થિતિની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. જેના કારણે બજારમાં વેચવાલી વધતી ગઈ અને સૂચકાંકોમાં ભારે ઘટાડો નોંધાયો.
ADVERTISEMENT

ADVERTISEMENT
પહેલું: શેરબજારમાં આવેલા આ તીવ્ર ઘટાડા પાછળના મુખ્ય કારણોમાં એશિયન બજારોમાં ચાલી રહેલી ભારે ઉથલપાથલને મુખ્ય માનવામાં આવે છે. જાપાન, હોંગકોંગ અને કોરિયા જેવા બજારોમાં દેખાતી નકારાત્મક સ્થિતિનો સીધો પ્રભાવ ભારતીય સૂચકાંકો પર પડ્યો. જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં દબાણ વધ્યું. સાથે સાથે ગિફ્ટ નિફ્ટી પણ ઘટાડાના સંકેતો આપી રહ્યો હતો. જેનાથી બજાર ખુલતા પહેલા જ નબળાઈનો અંદાજ લાગી ગયો હતો.
બીજું: શેરબજારમાં આવેલા ઘટાડાનું બીજું મહત્વપૂર્ણ કારણ ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલો અચાનક અને ભારે ઉછાળો છે. સોમવારે વૈશ્વિક તેલ બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી. જ્યાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ઝડપથી વધીને પ્રતિ બેરલ $116ને પાર પહોંચી ગયા હતા. તેલના વધતા ભાવોને કારણે ફુગાવા વધવાનો ભય ઊભો થયો છે. જેના પરિણામે રોકાણકારોમાં ચિંતા વધતાં શેરબજારમાં પણ ભારે દબાણ અને વેચવાલી જોવા મળી હતી.
ADVERTISEMENT
ત્રીજું: યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચેનો તણાવ હજુ પણ ઘટતો નથી અને પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. સતત ચાલી રહેલા હુમલાઓ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનમાં જમીન સ્તરે કાર્યવાહી માટે તૈયારીઓ તેજ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ કારણે વૈશ્વિક સ્તરે અશાંતિ અને અનિશ્ચિતતા વધી ગઈ છે. જે હવે નિર્ણાયક ચરમસીમા પર પહોંચી છે. પરિણામે રોકાણકારોમાં ભયનો માહોલ ઉભો થતાં વિશ્વભરના શેરબજારોમાં ભારે ઘટાડો નોંધાયો છે.
(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT