બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / રક્ષાબંધન સુધરી ગઇ! બહેનને 'ગોલ્ડ ગિફ્ટ' કરવાનો ચાન્સ ભાઇઓ હાથમાંથી જવા ન દેતા

Gold Price Today / રક્ષાબંધન સુધરી ગઇ! બહેનને 'ગોલ્ડ ગિફ્ટ' કરવાનો ચાન્સ ભાઇઓ હાથમાંથી જવા ન દેતા

Priyankka Triveddi

Last Updated: 01:31 PM, 1 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ ભારતભરમાં તહેવારની મોસમ ચાલુ થઈ ગઈ છે. અને મહિનાની શરૂઆતમાં જ રક્ષાબંધનનો તહેવાર આવશે. તો ચાલો જાણીએ કે દેશમાં સોનાના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો.

Gold Price in Today: ઓગસ્ટ મહિનાની શરૂઆત આજે થઈ છે અને મહિનાની શરૂઆત જ LPGના ભાવ ઓછા થવાથી થઈ છે. ત્યારે આજે સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર અનુસાર બદલાય છે અને ડોલરની કિંમત, માંગ-પુરવઠો, આર્થિક સ્થિતિ અને તહેવારોની મોસમ જેવા ઘણા કારણોસર તેમાં દરરોજ ફેરફાર જોવા મળે છે, જાણો આજે શું છે સોનાનો ભાવ ?

વાત કરીએ આજની તો આજે 24 કેરેટ સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર થઈ ગયો છે. આજે સવારથી જ સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે અને તે પછી સોનાનો ભાવ 1 લાખ રૂપિયે પહોંચ્યો છે. 10 ગ્રામ ગોલ્ડની કિંમતમાં 210 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તો 100 ગ્રામ સોનાની ખરીદી પર 2100 રૂપિયા ઓછા થયા છે. ગોલ્ડના રેટમાં આજે ફરી એક વાર બદલાવ આવ્યો છે.

કેટલો થયો ભાવમાં ઘટાડો

1 ઓગસ્ટના રોજ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 24 કેરેટ ગોલ્ડની કિંમત 10 ગ્રામમાં 210 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તે બાદ હવે તે 99970 રૂપિયા ભાવ થઈ ગયો છે. છેલ્લા થોડા દિવસોમાં આ ભાવ 100180 રૂપિયા હતો. 18 કેરેટ સોનાનો ભાવ 74990 રૂપિયા છે જેમાં માત્ર 160 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ 22 કેરેટ સોનાનો ભાવ 91650 રૂપિયા થઈ ગયો છે જેમાં 200 રૂપિયાનો ઘટાડો થયો છે.

Gold-Price

રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામના 99970 રૂપિયા છે, 22 કેરેટના 91650 રૂપિયા અને 18 કેરેટના 74990 રૂપિયા છે. મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 99820 રૂપિયા, 22 કેરેટ સોનાનો ભાવ 91500 રૂપિયા અને 18 કેરેટ સોનાનો ભાવ 74870 રૂપિયા છે. ઉત્તર પ્રદેશમાં 24 કેરેટના 999970, 22 કેરેટના 91650 અને 18 કેરેટના 74990 રૂપિયા છે. પટનામાં 24 કેરેટ 99870 રૂપિયા, 22 કેરેટના 91550 રૂપિયા અને 18 કેરેટ સોનાનો ભાવ 74910 રૂપિયા છે. ચેન્નાઈમાં સોનાનો ભાવ 99280 રૂપિયા, 22 કેરેટના 91500 રૂપિયા અને 18 કેરેટના 75550 રૂપિયા છે.

સોનામાં રોકાણ એક સ્થિર અને સલામત વિકલ્પ છે.

2001 થી 2024 ભારતમાં સોનાના ભાવમાં વાર્ષિક સરેરાશ 13.8% નો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન ફુગાવાનો દર લગભગ 7% હતો, જ્યારે સોનાએ ઘણું વધારે વળતર આપ્યું હતું. આર્થિક અનિશ્ચિતતાઓ દરમિયાન સોનાને સામાન્ય રીતે સલામત રોકાણ માનવામાં આવે છે.

વધુ વાંચો: ઓગસ્ટમાં આટલા દિવસ બેંકો બંધ રહેશે, લિસ્ટ જોઇ લેજો, તો નહીં પડે ધરમધક્કો

Vtv App Promotion

સોના કરતાં ચાંદીના ભાવ વધુ અસ્થિર રહ્યા છે. ચાંદીનો ઉપયોગ ઔદ્યોગિક હેતુઓ માટે પણ થાય છે, જેના કારણે તેની કિંમતોમાં વધઘટ થાય છે. જે લોકો વધુ જોખમ લેવા તૈયાર છે તેમના માટે ચાંદી એક સારો વિકલ્પ બની શકે છે.

(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Change in Gold Price Gold Price Today Business News
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ