બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / બલ્લે-બલ્લે: લગ્નની સિઝન પહેલાં સસ્તું થઈ ગયું સોનું-ચાંદી, ખરીદવાની ગોલ્ડન તક, કેટલો ભાવ?

હાશકારો / બલ્લે-બલ્લે: લગ્નની સિઝન પહેલાં સસ્તું થઈ ગયું સોનું-ચાંદી, ખરીદવાની ગોલ્ડન તક, કેટલો ભાવ?

Published By: Hiralal Parmar

Last Updated: 02:37 PM, 4 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નની સિઝન પહેલાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે સોના-ચાંદીના મોટો ઘટાડો જોવા મળ્યો હતો જે ખરીદારો માટે રાહતરુપ છે.

લગ્નની મોસમ દરમિયાન સોના અને ચાંદી ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. લગ્નની મોસમ શરૂ થાય તે પહેલાં, નવેમ્બરની શરૂઆતમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. જો તમે સોનાના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ એક શ્રેષ્ઠ તક હોઈ શકે છે. ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને તે કયા ભાવે ઉપલબ્ધ છે.

MCX પર સોનું અને ચાંદી કેટલું સસ્તું

4 નવેમ્બર, બપોરે 12.30 વાગ્યે સોનું MCX પર પ્રતિ 10 ગ્રામ રૂ. 1, 20, 685 પર ટ્રેડ થઈ રહ્યું હતું જે અગાઉ 1, 21, 409 હતું આમ સોનામાં 724 રુપિયાનો ઘટાડો આવ્યો હતો. ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. 4 નવેમ્બરના રોજ બપોરે 12.32 વાગ્યે, ચાંદી પ્રતિ કિલોગ્રામ 1.45 લાખથી વધુ પર ટ્રેડ થઈ રહી હતી.

અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો કડાકો

અમદાવાદમાં પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 4 નવેમ્બરના રોજ અમદાવાદમાં એક તોલા સોનાનો ભાવ ₹1,22,510 રહ્યો છે જે 3 નવેમ્બર (સોમવાર)ના દિવસે ₹1,23,220 રુપિયા હતો. આ સોનામાં 710 રુપિયાનો ઘટાડો આવ્યો છે.

22-24 કેરેટ સોનાનો શું ભાવ

ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 4 નવેમ્બરના રોજ 24 કેરેટ સોનું ₹1,21,010 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું ₹1,10,926 પર હતું. ચાંદી ₹1,46,120 પ્રતિ કિલો નોંધાઈ હતી, જે 1.25% નો ઘટાડો દર્શાવે છે.

વધુ વાંચો : VIDEO : વાયરલ થઈ દુનિયાની મોસ્ટ બ્યુટીફૂલ એથલેટ, ખુબસૂરતી તો ઈન્દ્રની અપ્સરાંને શરમાવે એવી

સોનાના ભાવ કેમ ઘટી રહ્યા છે?

કોમોડિટી નિષ્ણાતોના મતે, ડોલરમાં મજબૂતી, સ્થિર વ્યાજ દર અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે સોના પર દબાણ છે. અમેરિકા અને યુરોપમાં આર્થિક ડેટામાં સુધારો થવાને કારણે રોકાણકારો સોનાથી દૂર રહી રહ્યા છે. તહેવારોની ખરીદીના અંત પછી સ્થાનિક બજારમાં માંગ થોડી ધીમી પડી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gold rate fall gold price today gold silver price today

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ