ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઓક્ટોબરમાં 15 દિવસ બેંકો બંધ! ધક્કો ખાતા પહેલા એકવાર લિસ્ટ પર નજર મારી લેજો

Bank Holidays list / ઓક્ટોબરમાં 15 દિવસ બેંકો બંધ! ધક્કો ખાતા પહેલા એકવાર લિસ્ટ પર નજર મારી લેજો

Published By: Priykant Shrimali

Last Updated: 09:01 AM, 27 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bank Holidays in India 2025 : તહેવારોને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ઓક્ટોબર 2025 માટે વિવિધ રાજ્યોમાં બેંકો ક્યારે બંધ રહેશે તેની સૂચિ જાહેર કરી, જાણો અહીં એક જ ક્લિકે

ADVERTISEMENT

Bank Holidays in India 2025 : ઓક્ટોબર મહિનો ભારત માટે તહેવારોનો મહિનો ગણાય છે. આ સમયે દશેરા, દુર્ગા પૂજા, દિવાળી, છઠ પૂજા અને અન્ય અનેક મહત્ત્વપૂર્ણ તહેવારો સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. તહેવારોને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ઓક્ટોબર 2025 માટે વિવિધ રાજ્યોમાં બેંકો ક્યારે બંધ રહેશે તેની સૂચિ જાહેર કરી છે.

જ્યાં સુધી ઑનલાઇન બેંકિંગનો પ્રશ્ન છે તમામ સરકારી અને ખાનગી બેંકો રજાના દિવસોમાં પણ યૂઝરોને નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અને ATM જેવી સેવાઓ નિયમિતરૂપે ઉપલબ્ધ રહેશે. તેમ છતાં બ્રાંચ સંબંધિત કામો માટે ગ્રાહકોને નીચે આપેલી તારીખોનું ધ્યાન રાખવું જરૂરી છે.

ઓક્ટોબર 2025: બેંક રજાઓની મુખ્ય તારીખો

રાષ્ટ્રીય રજાઓ:

2 ઓક્ટોબર (બુધવાર): મહાત્મા ગાંધી જયંતિ-સમગ્ર દેશમાં બેંક રજા

તહેવારો મુજબ બેંક રજાઓની વિસ્તૃત યાદી:

1 ઓક્ટોબર (મંગળવાર)

દશેરા / દુર્ગા પૂજા / મહાનવમી / વિજયાદશમી / આયુધ પૂજા

રજાના રાજ્ય: ત્રિપુરા, કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ, સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કેરળ, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, મેઘાલય

3-4 ઓક્ટોબર (વિશ્વ ગુરુવાર-શુક્રવાર)

રજા: દુર્ગા પૂજા (દસીન) – સિક્કિમ

6 ઓક્ટોબર (રવિવાર)લક્ષ્મી પૂજા

રજા: ત્રિપુરા, પશ્ચિમ બંગાળ

7 ઓક્ટોબર (સોમવાર) મહર્ષિ વાલ્મીકિ જયંતિ / કુમાર પૂર્ણિમા

રજા: કર્ણાટક, ઓડિશા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ

10 ઓક્ટોબર (ગુરુવાર) કરવા ચોથ

રજા: હિમાચલ પ્રદેશ

18 ઓક્ટોબર (શનિવાર)કટી બિહુ

રજા: આસામ

21 ઓક્ટબર (સોમવાર)દિવાળી અમાવસ્યા / લક્ષ્મી પૂજન / દીપાવલી / ગોવર્ધન પૂજા

રજા: મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, સિક્કિમ, મણિપુર, જમ્મુ અને શ્રીનગર

22 ઓક્ટબર (મંગળવાર) : દિવાળી / નવા વર્ષે વિક્રમ સંવત / બલિપદ્યામી

રજા: ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ

23 ઓક્ટબર (બુધવાર) : ભાઈબીજ / ચિત્રગુપ્ત જયંતિ / નિંગોલ ચકકૌબા

રજા: ગુજરાત, સિક્કિમ, મણિપુર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ

27 ઓક્ટબર (રવિવાર) : છઠ પૂજા (સાંજ પૂજા)

રજા: પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ

28 ઓક્ટબર (સોમવાર) : છઠ પૂજા (સવારની પૂજા)

રજા: બિહાર, ઝારખંડ

31 ઓક્ટબર (શુક્રવાર) સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ

રજા: ગુજરાત

નિયમિત શનિવાર-રવિવાર રજાઓ

  • બીજો શનિવાર: 12 ઓક્ટોબર
  • ચોથો શનિવાર: 26 ઓક્ટોબર
  • દરેક રવિવારે બેંકો બંધ રહેશે

જો મહિનામાં પાંચ શનિવાર હોય, તો 1લી, 3જી અને 5મી શનિવાર સામાન્ય રીતે કાર્યદિવસ હોય છે (જો અન્ય રજાઓ ન હોય)

આ પણ વાંચો : DRDOમાં સ્નાતકો માટે નોકરીની સુવર્ણ તક, આજથી કરી શકો છો ઓનલાઈન અરજી

નોંધનિય છે કે, આ રજાઓમાં કેટલીક સ્થાનિક તહેવાર આધારીત છે, એટલે દરેક રાજ્યમાં રજાઓ અલગ હોઈ શકે છે. ઓફલાઇન બેંકિંગ સેવાઓ આ તારીખે ઉપલબ્ધ નહીં હોય, પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન યથાવત રહેશે. બેંકથી સંબંધિત મહત્વના કામો જેમ કે, ચેક ક્લીયરન્સ, નકદ જમા અથવા વિતરણ માટે આગોતરા આયોજન કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bank Holiday October Bank Holiday List Bank Holiday List, Bank Holidays in India 2025

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ