બ્રેકિંગ ન્યુઝ
Business News : દેશભરના હેલ્થ ઇન્શ્યોરન્સ ધારકો માટે નોંધપાત્ર રાહતના સમાચાર છે. સરકારે વીમા કંપનીઓ અને હોસ્પિટલો વચ્ચે ચાલી રહેલા વિવાદનો ઉકેલ લાવી દીધો છે. હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે 2026માં હોસ્પિટલના સારવારના રેટમાં વધારો કરવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે આવતા વર્ષે સારવાર વધુ મોંઘી નહીં બને, અને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ સ્થિર રહી શકે છે.
ADVERTISEMENT
છેલ્લા ઘણા મહિનાઓથી, હોસ્પિટલો અને વીમા કંપનીઓ વચ્ચે દર (Rate)ને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો. હોસ્પિટલોની દલીલ કરી હતી કે દવાઓ, મેડિકલ ઉપકરણો અને સ્ટાફના પગારથી તેમના દરો વધારવાની જરુરિયાત ઉભી થશે. તો બીજી તરફ વીમા કંપનીઓએ દલીલ કરી હતી કે જો હોસ્પિટલો વારંવાર સારવારનો ખર્ચ વધારશે, તો તેમને પ્રીમિયમ પણ વધારવું પડશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
હવે જો પ્રમીમિય વધે એટલે સામાન્ય લોકો પર બોજ પડી જાય. ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ (DFS)એ દખલ કરીને બંને પક્ષો સાથે ઘણી બેઠકો યોજી હતી. આખરે, એક સમજૂતી થઈ કે હોસ્પિટલો 2026 સુધી તેમના દરો વધારશે નહીં. ભવિષ્યમાં દરોમાં કોઈપણ ફેરફાર ફક્ત પરસ્પર સંમતિથી જ કરવામાં આવશે.
ADVERTISEMENT
હોસ્પિટલના દર સ્થિર રહેતાં, વીમા કંપનીઓ પાસે પ્રીમિયમ વધારવાનું કોઈ કારણ રહેશે નહીં. આનો અર્થ એ થયો કે લોકોને આવતા વર્ષે તેમના હેલ્થ ઇન્શ્યોરન્સ માટે વધુ ચૂકવણી કરવી પડશે નહીં. છેલ્લા બે વર્ષમાં, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં 15 થી 25 ટકાનો વધારો થયો છે, જે હવે બંધ થઈ શકે છે.
વધુ વાંચો : LPG સિલિન્ડરથી લઈને આધાર કાર્ડ..., આજથી બદલાઈ રહ્યાં છે આ 5 મોટા નિયમો
ADVERTISEMENT
નોંધનીય છે કે, સરકારે તાજેતરમાં હેલ્થ અને લાઈફ ઇન્શ્યોરન્સ પરના GST નાબૂદ કર્યો છે. આનો અર્થ એ થયો કે હવે તેના પર ટેક્સ લાગશે નહીં. તેથી, જો હોસ્પિટલના દર અને વીમા પ્રીમિયમ બંને સ્થિર રહેશે, તો તે સામાન્ય જનતાને નોંધપાત્ર રાહત મળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.