બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Gold Rate Today : સોમવારે સસ્તું થયું સોનું, જાણો 11 ઓગસ્ટે ભાવમાં કેટલો ઘટાડો આવ્યો

બિઝનેસ / Gold Rate Today : સોમવારે સસ્તું થયું સોનું, જાણો 11 ઓગસ્ટે ભાવમાં કેટલો ઘટાડો આવ્યો

Nidhi Panchal

Last Updated: 12:12 PM, 11 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનું-ચાંદી ખરીદી રહેલા લોકો માટે સારા સમાચાર છે. સોમવારે સોનાને ફળ્યો હોવાનું લાગી રહ્યું છે કારણ કે 11 ઓગસ્ટના દિવસે સોનામાં 300 રુપિયા અને ચાંદીમાં 100 રુપિયામાં ઘટાડો નોંધાયો છે.

સોમવાર 11 ઑગસ્ટ 2025ના રોજ, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ગયા અઠવાડિયાના શુક્રવારની સરખામણીમાં સોનાનો ભાવ 300 રૂપિયા સુધી ઘટ્યો છે. દિલ્હિ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને બિહાર સહિતના અનેક રાજ્યોમાં 24 કેરેટ સોનાનો ભાવ હજુ પણ ₹1,02,200થી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.

Gold-Price

ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. દેશના મુખ્ય બજારોમાં આજે 1 કિલો ચાંદીનો ભાવ ₹1,17,000 પ્રતિ કિલો રહ્યો, જે ગયા શુક્રવાર કરતાં ₹100 ઓછો છે.

gold-silver1

સોનાના ભાવમાં ઘટાડો

સોમવાર 11 ઑગસ્ટ 2025ના રોજ, દેશભરના મુખ્ય શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ગયા શુક્રવારની સરખામણીમાં સોનાના દરમાં લગભગ ₹300નો ઘટાડો થયો છે. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને લખનૌમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹93,900 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ ₹1,02,430 રહ્યો છે.

app promo5

મુંબઇમાં આટલો ભાવ

મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગ્લોર અને પટનામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹93,750 તથા 24 કેરેટ સોનાનો ભાવ ₹1,02,280 રહ્યો છે. જયપુરમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹93,750 જ્યારે 24 કેરેટનો ભાવ ₹1,02,430 છે.

આ પણ વાંચો : હવે કેશબેક પર પણ લાગશે ટેક્સ! આ ભૂલને કારણે આવી શકે ઈન્કમ ટેક્સની નોટીસ

ભારતમાં સોનાની કિંમત અનેક પરિબળો પરથી નક્કી થાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના દર, આયાત શુલ્ક અને કર, રૂપિયા-ડોલર વચ્ચેનો વિનિમય દર, તેમજ સ્થાનિક માંગ અને પુરવઠાનું સંતુલન. સોનું ફક્ત રોકાણ માટે જ નહીં પરંતુ પરંપરાગત રીતે લગ્ન, તહેવારો અને વિશેષ પ્રસંગોમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી, ભાવમાં થતા નાનાં-મોટાં ફેરફારોની સીધી અસર ગ્રાહકો પર પડે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gold price gold rate today silver price
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ