બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Bumper planting of crops including cotton in Gujarat Decrease in groundnut planting

સોળ આની? / ગુજરાતમાં કપાસ સહિત આ પાકોનું બમ્પર વાવેતર, જ્યારે મગફળીનાં વાવેતરમાં ઘટાડો, જુઓ કયા ખરીફ પાકનું કેટલું વાવેતર

Kishor

Last Updated: 05:41 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં હાલ સારા વરસાદને પગલે ખરીફ પાકનું મોટાપાયે વાવેતર થયું છે. જેમાં કપાસ તરફ લોકો આકર્ષાયા છે તો મગફળીથી અમુક ખેડૂતોએ મ્હો ફેરવ્યું છે.

  • ચાલું વર્ષે રાજ્યમાં કપાસનું વાવેતર વધ્યું
  • ચાલું વર્ષે મગળીનું વાવેતર ઘટ્યું
  • ખરીફ પાકનું વાવેતર 91% થયું

હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. રાજ્યમાં સચરાચર મેઘમહેર બાદ થોડા દિવસથી રાજ્યમાં વરસાદે વીરામ લીધો છે. ત્યારે હાલ સિઝનમાં સારા વરસાદ બાદ ધરતી પુત્રો પણ ઉત્સાહમાં આવી ગયા છે અને આશાભેર કપાસ, મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું છે. આવકારદાયક વરસાદને લઈને રાજ્યમાં ખરીફ પાકના વાવેતરમાં વધારો થયો છે. મગફળી, કપાસની રાજ્યના મુખ્ય ખરીફ પાકમાં ગણના થાય છે. ત્યારે હાલ મગફળીની સરખામણીએ કપાસના વાવેતરમાં વધારો નોંધાયો છે.

ખેડૂતો અને વેપારીઓ માટે ખૂબ જ કામની માહિતી, રાજ્યમાં ખરીફ પાકનું વાવેતર વધી  87 ટકા થયું, જુઓ કયા પાકનું કેટલું | Kharif crop cultivation in Gujarat  increased to 87 ...


કપાસનું 26.76 લાખ હેક્ટરમાં વાવેતર

ગુજરાત રાજ્યમાં ખરીફ પાકનું વાવેતર 91 ટકા થયું હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે. જ્યારે રાજ્યમાં કપાસના વાવેતરમાં વધારો થયો છે. તથા મગફળીનાં વાવેતરમાં ઘટાડો નોંધાયો હોવાનું પણ સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે. હેકટર વાઇઝ વાત કરવામાં આવે તો રાજ્યમાં ગત વર્ષે 25.81 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર વાવેતર થયું હતું.  જેની સરખામણીએ ચાલુ વર્ષે કપાસનું 26.76 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે 113 ટકા થયું છે.

10 ટકા વરસાદમાં કેવી રીતે જૂનાગઢ જિલ્લો ટકશે? મગફળીમાં મુંડા નામની જીવાત  આવતા ખેડૂતોને પડ્યા પર પાટું | Damage to agriculture due to lack of  rainfall in Junagadh district


મગફળીનું 85 ટકા વાવેતર નોંધાયું

બીજી તરફ મગફળીનું વાવેતર ગત વર્ષે 16.93 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું. જેની સામે આ વખતે થોડા ખેડૂતોએ  મગફળી તરફથી મ્હો ફેરવ્યું હોય તેવું લાગી રહ્યું છે અને ચાલુ વર્ષે 16.25 લાખ હેક્ટર સાથે મગફળીનું 85 ટકા વાવેતર નોંધાયું છે. બીજી બાજુ ચોમાસાને લઈને રાજ્યમાં 8.19 લાખ હેક્ટર સાથે 97 ટકા ડાંગરનું વાવેતર થયું છે. વધુમાં બાજરીનું વાવેતર 1.86 લાખ હેક્ટર વિસ્તારમાં થયું છે અને 2.81 લાખ હેક્ટર વિસ્તાર સાથે મકાઈનું 97 ટકા વાવેતર થયું છે. તે જ રીતે શાકભાજીનું 2.13 લાખ હેક્ટર વિસ્તારમાં 82 ટકા વાવેતર થયું હોવાનું તંત્રના ચોપડે સત્તાવાર  રીતે જાહેર થવા પામ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ