બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Britain 14 years ago a couple fell in love with each other Later both got married, but now the wife came to know that her husband is a girl

અજીબ / માથું ભમી જાય તેવો કિસ્સો ! 14 વર્ષ પહેલા પરણ્યો હવે પતિ નીકળ્યો છોકરી, પહેર્યાં સ્ત્રીઓના કપડાં, હનીમૂન પર ખેલ

Published By: Pravin Joshi

Last Updated: 11:16 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક છોકરો અને છોકરીના લગ્નને બે વર્ષથી થયા હતા. આ પછી પતિને ખબર પડી કે તે છોકરો નહીં પણ છોકરી છે. જ્યારે પતિએ તેની પત્નીને આ વાત કહી તો બંનેએ છોકરી તરીકે સાથે રહેવાનું નક્કી કર્યું.

  • બ્રિટનમાં સામે આવી એક ચોંકાવનારી ઘટના
  • લગ્ન બાદ ખબર પડી કે પતિ છોકરી છે
  • પતિ પહેરવા લાગ્યો મહિલાઓના કપડાં  

આ દુનિયામાં ઘણી ચોંકાવનારી ઘટનાઓ બને છે, પરંતુ આજે અમે તમને એવી જ એક ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. આ ઘટના બ્રિટનથી પ્રકાશમાં આવી છે. 14 વર્ષ પહેલા એક કપલ એકબીજાના પ્રેમમાં પડ્યું હતું. બાદમાં બંનેના લગ્ન પણ થઈ ગયા, પરંતુ હવે પત્નીને ખબર પડી કે તેનો પતિ એક છોકરી છે. આટલું જ નહીં તેનો પતિ હવે મહિલાઓના કપડાં પહેરે છે. પત્નીએ જણાવ્યું કે લગ્નના થોડા મહિના પછી તેના પતિને લાગવા માંડ્યું કે તેનું શરીર માત્ર છોકરાનું છે, બાકી તે છોકરીનું છે.

પતિ છોકરી બનીને રહે છે સાથે 

પતિએ તેની પત્નીને આ વાત કહી અને હવે બંને છોકરી તરીકે સાથે રહે છે. બ્રિટનમાં રહેતી 32 વર્ષીય જે હાર્વેના લગ્ન 35 વર્ષના રેના સાથે થયા હતા. બંનેની મુલાકાત 14 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2009માં થઈ હતી. બંને વચ્ચે પ્રેમ હતો. પરંતુ બે વર્ષમાં આ સંબંધનો અંત આવી ગયો. 5 વર્ષ પછી બંને ફરી એક વાર મળ્યા. આ વખતે બંને વચ્ચે પ્રેમ એટલો આગળ વધ્યો કે બંનેએ લગ્ન કરી લીધા. જોકે, લગ્નના થોડા મહિનાઓ પછી જ્યારે બંને હનીમૂન પર ગયા ત્યારે રેનાને અજીબ લાગવા માંડ્યું.

પતિને હનીમૂન પર અલગ અનુભવ થયો

રેનાએ તેની દ્વિધા તેની પતિ જે હાર્વને જણાવી. તેણે કહ્યું કે તે અલગ અનુભવ કરી રહ્યો છે. તેઓ સમજી શકતો નથી કે શું થઈ રહ્યું છે. તે એક સ્ત્રી જેવો અનુભવ કરવા લાગ્યો હતો. આ પછી બંનેએ નક્કી કર્યું કે રેના એક મહિલા તરીકે દરેક જગ્યાએ જશે, કારણ કે તેને ઓળખનાર કોઈ નથી. રેના તેની પત્ની સાથે મહિલાઓના કપડામાં ડિનર પર ગઈ હતી. તેની પત્ની તેના વાળ અને મેકઅપ કરતી હતી. જે કહે છે કે તેનો પતિ હજુ પણ તેને ખૂબ જ વહાલો છે. હવે બંને પોતાના સંબંધોને ખૂબ જ ખાસ રીતે નિભાવી રહ્યા છે. બંનેએ નક્કી કર્યું છે કે હવે બંને મિત્રોની જેમ જીવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Britain Couple Wife gotmarried husbandisagirl incident love This incident has come to light from Britain

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ