bollywood man kills wife donne dojoy because her liking for bollywood actor hrithik roshan
હત્યા /
ઋત્વિક રોશનની ચાહક હતી પત્ની, ભારતીય મૂળના શખ્સે હત્યા કર્યા બાદ પોતે આપઘાત કરી લીધો
Team VTV08:48 PM, 12 Nov 19
| Updated: 10:14 AM, 13 Nov 19
અમેરિકામાં 33 વર્ષના એક વ્યક્તિએ પોતાની પત્ની પર ચપ્પા વડે હુમલો કરી હત્યા કરી નાંખી. ત્યારબાદ ખુદ ઝાડ પર લટકીને આત્માહત્યા કરી લીધી. કારણ હતું, હત્યા કરનાર વ્યક્તિની પત્ની ઋત્વિક રોશનની ફેન હતી. ત્યાર ઇર્ષાળુ પતિને આ વાત ન ગમી.
US 33 વર્ષના એક વ્યક્તિએ પોતાની પત્ની પર ચપ્પા વડે હુમલો કરી હત્યા કરી
પત્નીની હત્યા બાદ પતિએ ખુદ ઝાડ પર લટકીને આત્માહત્યા કરી લીધી
હત્યા કરનાર વ્યક્તિની પત્ની ઋત્વિક રોશનની ફેન હતી
ધ ન્યૂયોર્ક પોસ્ટની મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. બંનેના લગ્ન ચાર મહીના પહેલા જુલાઇ, 2019માં થયા હતા.
હત્યા બાદ પત્નીની બહેનને મોકલ્યો મેસેજ
આરોપી દિનેશ્વર બુદ્ધિદત ન્યૂયોર્ક સ્થિત ક્વિંસ હોમમાં રહે છે. દિનેશ્વરે પોતાની પત્ની ડોને ડોજ્વોયની ચપ્પા વડે હુમલો કરી હત્યા કરી નાંખી. હત્યા બાદ દિનેશ્વરે પત્નીની બહેનને મેસેજ કરી હત્યા વિશે જણાવ્યું. હત્યા બાદ આરોપી દિનેશ્વર હાવર્ડ બીચના એક મેદાન પર ગયો અને ત્યાં એક ઝાડ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.
ઋત્વિકની ફિલ્મ જોતા પણ રોકતો હતો પતિ
પૂછપરછ દરમિયાન પત્ની ડોનેની એક મિત્ર 52 વર્ષની માલા રામધાનીએ જણાવ્યું કે ડોને એક્ટર ઋત્વિક રોશનની મોટી ફેન હતી. તેને ઋત્વિક પર ક્રશ હતો. તેથી દિનેશ્વર ખુબજ ઇર્ષા કરતો હતો. જે કોઇપણ ફિલ્મમાં ઋત્વિકે કામ કર્યું છે તો ડોને તેને જોવા માંગતી હતી. પરંતુ જ્યારે પણ ઋત્વિકની ફિલ્મ જોતી હતી.
દિનેશ્વર ટીવી બંધ કરવા માટે કહેતો હતો. ડોને બારટેન્ડર હતો. તે જેમિની અલ્ટ્રા લાઉન્જમાં કામ કરતી હતી. તે પહેલા પણ પત્ની પર હિંસક હુમલા કરી ચૂક્યો હતો. 21 ઓગસ્ટે પણ દિનેશ્વરની પત્ની પર હુમલો કરવા બદલ ધરપકડ કરાઇ હતી. ડોનેની અન્ય એક મિત્ર અનુસાર ડોનેનો પતિ તેને પ્રેમ કરતો હતો, પરંતુ સાથે જ તેને લઇને ઝનુની પણ હતો. ડોને સુંદર હતી.