ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Bollywood Madhur Bhandarkar, Paresh Rawal and more celebs hail decision to scrap Article 370 in Kashmir

પ્રતિક્રિયા / કલમ 370 હટાવવા પર સેલેબ્સે વ્યક્ત કરી ખુશી, કહ્યુ- 'અસલી આઝાદીનો દિવસ'

Published By: vtvAdmin

Last Updated: 02:16 PM, 5 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાય દિવસથી કાશ્મીરમાં કંઇક મોટુ થવાની અટકળોનો આજે અંત આવી ગયો છે.

ADVERTISEMENT

આજે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે જમ્મૂ-કાશ્મીરમાં બંધારણની કલમ  370 નાબૂદ કરવાનો નિર્ણય જાહેર કર્યો. સરકારના આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી સાથે જમ્મુ અને કાશ્મીરમાં સ્થાનિક અલગતાવાદીઓ  અને વિભાજનવાદીઓનું વર્ચસ્વ ખત્મ થઇ ગયુ છે. 

તો બીજી તરફ સોશ્યલ મીડિયા પર સેલેબ્સ આ અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે સાથે જ સરકારના આ નિર્ણયને સામાન્ય લોકોએ પણ પ્રશંસા કરી છે.

ભાજપના પૂર્વ લોકસભા સાંસદ અને દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે પણ કેન્દ્ર સરકારે જમ્મૂ-કાશ્મીર પુનર્ગઠનના પ્રસ્તાવનું સ્વાગત કર્યુ છે. પરેશ રાવલે ટ્વિટર કર્યુ કે, ''તમે બિલકુલ મારા મનની વાત કહી..જય હિંદ'' એક યુઝરની ટ્વીટ રીટ્વીટ કરીને પરેશ રાવલે આ વાત કહી હતી. યુઝરે ટ્વીટ કરી હતી કે દેશની આઝાદી જોવાનું સૌભાગ્ય મને મળ્યું નથી. કાશ્મીરમાંથી કલકમ 370 તથા 35A હટાવ્યા બાદ મારું આ સપનું પૂરું થયું. ભારત માતાની જય. આ ટ્વીટને પરેશ રાવલે રીટ્વીટ કરી હતી.

 

પરેશ રાવલે અન્ય એક ટ્વીટમાં કહ્યુ કે, ''ખરી રીતે આજનો દિવસ આપણા દેશ માટે વાસ્તવિક તથા સંપૂર્ણ સ્વતંત્રતાનો દિવસ છે. આજે વાસ્તવિક શબ્દોમાં ભારત એક થઈ ગયું છે.''

આ સાથે જ બોલિવુડના ડિરેક્ટર કુનાલ કોહલીએ ટ્વીટ કર્યુ કે, ''આપણી આંખોની સામે ઈતિહાસ બદલી રહ્યો છે.'' ફિલ્મ ‘ભૂતનાથ’ના ડિરેક્ટર વિવેક શર્માએ કહ્યું હતું, ''લાગે છે કે મહાદેવ તાંડવ મુદ્રામાં છે. મોદી હૈં તો મુમકિન હૈં...'' ફિલ્મ ડિરેક્ટર મધુર ભંડારકરે ટ્વીટ કરીને જણાવ્યું હતું, ઐતિહાસિક ક્ષણ, આર્ટિકલ 370 હટાવવામાં આવ્યો... ઘણો જ હિંમતભર્યો નિર્ણય

જાણીતા લેખક ચેતન ભગતે પણ  ટ્વીટ કરતા લખ્યુ કે,  ''કાશ્મીર અંતે મુક્ત થઈ ગયું. વિકાસ માટે મુક્ત, ભવિષ્ય બનાવવા માટે મુક્ત..''

ફિલ્મ પ્રોડ્યૂસર અશોક પંડિતે ટ્વીટ કરીને કહ્યું હતું, ''એક દેશમાં બે વિધાન, બે પ્રધાન, બે નિશાન હોઈ શકે નહીં''

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment આર્ટિકલ 370 જમ્મૂ-કાશ્મીર Reactions

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ