બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / આ વીકએન્ડ રહેશે મનોરંજનથી ભરપૂર, OTT પર રિલીઝ થઈ નવી ફિલ્મો અને વેબ સિરીઝ
Last Updated: 11:43 AM, 25 April 2025
પહેલાં જ્યારે શુક્રવાર આવતો, ત્યારે ફક્ત થિયેટરમાં જ ફિલ્મો રિલીઝ થતી હતી, પરંતુ હવે, આજના OTTના સમયમાં, ફક્ત થિયેટરમાં નહીં પણ વિવિધ OTT પ્લેટફોર્મ પર પણ ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થવા લાગી છે. તો, 25 એપ્રિલ 2025ના શુક્રવારે Netflix, Zee5 અને JioHotstar જેવા જાણીતા OTT પ્લેટફોર્મ પર અનેક ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થવાની છે. અમે તમને જણાવીશું કે કઈ ફિલ્મો અને વેબ સિરીઝ આવી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સૈફ અલી ખાન તેની નવી થ્રિલર ફિલ્મ ‘Jewel Thief - The Heist Begins’ સાથે ફરી એકવાર દર્શકોને મંત્રમૂગ્ધ કરવા તૈયાર છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં જયદીપ અહલાવત મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ફિલ્મ આજે Netflix પર સ્ટ્રીમ થઈ રહી છે.
ADVERTISEMENT
એક્શનના શોખીન માટે પણ ખુશ ખબર છે, કારણ કે ક્રિસ ઇવાન્સની નવી એક્શન થ્રિલર ફિલ્મ ‘હેવોક’ પણ આજથી Netflix પર ઉપલબ્ધ છે. આ ફિલ્મમાં ટોમ હાર્ડી, જેસી મેઇ લી, ટીમોથી ઓલિફન્ટ અને ફોરેસ્ટ વ્હીટેકર જેવા અભિનેતાઓ પણ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
તમિલ ફિલ્મોના ચાહકો માટે નવી રોમેન્ટિક થ્રિલર ફિલ્મ ‘થરૂનમ’ ટેન્ટકોટ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. અરવિંદ શ્રીનિવાસન દિગ્દર્શિત આ ફિલ્મમાં કિશન દાસ અને સ્મૃતિ વેંકટ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે રાજ અયપ્પા અને બાલા સરવનન પણ મહત્વપૂર્ણ રોલમાં છે.
ADVERTISEMENT
ZEE5 પર પણ નવી રહસ્યમય થ્રિલર ફિલ્મ ‘અય્યાના માને’ સ્ટ્રીમ થઈ રહી છે, જે જાજી નામની એક યુવતીની કહાની કહે છે, જે તેના પરિવારમાં થયેલા અણધાર્યા મૃત્યુ પાછળનું રહસ્ય ઉકેલવાનો પ્રયત્ન કરે છે. આ ફિલ્મમાં રહસ્ય અને ભાવનાત્મક ઉથલપાથલ જોવા મળે છે.
નામની એક્શન કોમેડી ફિલ્મ, જે મૂળ રીતે તેલુગુ ભાષાની છે, પણ હવે Netflix પર ઉપલબ્ધ છે. કલ્યાણ શંકર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મને થિયેટરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, પણ OTT પર તે નવા દર્શકો સુધી પહોંચવા તૈયાર છે.
છેલ્લે, Jio Hotstar પર રિલીઝ થઈ છે 2020ની અમેરિકન ક્રાઈમ કોમેડી ડ્રામા ફિલ્મ ‘કાજિલિયનેર’. આ ફિલ્મ એક ગેરકાયદેસર જીવન જીવતા પરિવારની કહાની છે. ઇવાન રશેલ વુડ, ડેબ્રા વિંગર અને રિચાર્ડ જેનકિન્સ મુખ્ય ભૂમિકામાં છે. વાર્તામાં એક અજાણી યુવતીના આવ્યા પછી તેમનું જીવન કેવી રીતે બદલાઈ જાય છે, તે દર્શાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : સની પાજીની 'જાટ' 100 કરોડને પાર, જાણો 15 દિવસનું ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન
આજે રિલીઝ થયેલી તમામ ફિલ્મો વિવિધ શૈલીઓમાં છે થ્રિલર, રોમાન્સ, એક્શન અને કોમેડી એટલે જો તમે તમારા મૂડ પ્રમાણે કંઈક નવું જોવા માગતા હોવ, તો આ OTT રિલીઝ તમારા માટે બેસ્ટ છે!
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.