બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / bjp releases 125 candidates list for maharashtra assembly election 12 sitting mla dropped
ADVERTISEMENT
ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 125 ઉમેદવારોનું પહેલું લિસ્ટ જારી કરી દીધું છે. પાર્ટીએ 12 વર્તમાન ધારાસભ્યોને ટિકીટ આપી નથી, જ્યારે 52 ધારાસભ્યોને ફરીથી ટિકીટ મળી છે. તો બીજી બાજુ રાજ્યના સીએમ દેવેન્દ્ર ફડણવીસ નાગપુર સાઉથ વેસ્ટથી ચૂંટણી લડશે.

ADVERTISEMENT
ભાજપે જારી લિસ્ટ પ્રમાણે ચંદ્રકાત પાટિલને કોથરૂડથી ટિકીટ મળી છે. આ ઉપરાંત શિવાજી મહારાજના પરિવારથી શિવેન્દ્ર સિંહને ટિકીટ મળી છે. તેઓ સતારાથી ચૂંટણી મેદાનમાં ઊતરશે.
BJP releases first list for upcoming Maharashtra assembly elections on October 21. Maharashtra CM Devendra Fadnavis to contest from Nagpur South West, BJP Maharashtra Chief Chandrakant Patil to contest from Kothrud & Pankaja Munde to contest from Parli. pic.twitter.com/8hMxbnwxnd
— ANI (@ANI) October 1, 2019
ADVERTISEMENT
શિવસેનાએ 124 ઉમેદવારોની યાદી જારી કરી છે. એ પણ સ્પષ્ટ થઇ ગયું કે શિવસેના રાજ્યની 288 સીટોમાંથી 124 સીટો પર ચૂંટણી લડશે, જ્યારે 2 એમએલસી એમને ભાજપના કોટાથી મળશે.
ADVERTISEMENT

ક્યારથી ચૂંટણી
288 સભ્ય મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપની પાસે 122 સીટો છે, તો બીજી બાજુ શિવસેનાની પાસે 63 સીટો છે. તો હવે મહારાષ્ટ્ર વિધાનસભા માટે ચૂંટણી 21 ઓક્ટોબરથી થશે અને પરિણામ 24 ઓક્ટબરે જાહેર કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.