બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / BJP prepared a strategy to defeat Congress in Saurashtra

ઇલેક્શન 2022 / સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને પરાસ્ત કરવા ભાજપની રણનીતિ તૈયાર, નહીં કરે 2017 જેવી ભૂલ, જાણો શું હતી સ્થિતિ

Dhruv

Last Updated: 12:59 PM, 25 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે ફરી 2017 જેવી ભૂલ ન થાય એ માટે ભાજપે એક ખાસ પ્રકારની રણનીતિ તૈયાર કરી છે. જેમાં ભાજપ 2017માં જ્યાં નબળા પરિણામો હતા તે બેઠકો પર સૌથી વધુ ધ્યાન આપશે.

  • સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને પરાસ્ત કરવા ભાજપે ઘડી રણનીતિ
  • નબળા પરિણામો ધરાવનારી બેઠકો પર વધુ ધ્યાન આપશે
  • સૌરાષ્ટ્રની 48 બેઠકો આગામી વિધાનસભા ચૂંટણી માટે નિર્ણાયક રહેશે

લાભપાંચમ બાદ રાજ્ય (Gujarat) માં ગમે ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Elections 2022) ની તારીખો જાહેર થઇ શકે છે. ચૂંટણી નજીક આવતા જ તમામ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં જોતરાઇ ગઇ છે. ત્યારે ભાજપ હવે 2017માં જ્યાં નબળા પરિણામો હતા તે બેઠકો પર સૌથી વધુ ધ્યાન આપશે.

2017માં સૌરાષ્ટ્રની 48 બેઠકો પરથી ભાજપને 18 અને કોંગ્રેસને 30 બેઠકો મળી હતી

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને પરાસ્ત કરવા ભાજપે આ વર્ષે ખાસ રણનીતિ બનાવી છે. સૌરાષ્ટ્રની 48 બેઠકો આગામી વિધાનસભા ચૂંટણી માટે નિર્ણાયક રહેશે. કારણ કે આ વર્ષે ભાજપ ચૂંટણી જીતવા કોઇ કસર છોડવા નથી માંગતા. 2017માં સૌરાષ્ટ્રની 48 બેઠકો પરથી ભાજપને 18 અને કોંગ્રેસને 30 બેઠકો મળી હતી. ભાજપને શહેરી તેમજ કોંગ્રેસને ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ બેઠકો મળી હતી.

2017માં ભાજપને અમરેલી, મોરબી, સોમનાથ જિલ્લાની એક પણ બેઠક ન હોતી મળી

2017માં ભાજપને અમરેલી, મોરબી અને સોમનાથ જિલ્લાની એક પણ બેઠક ન હોતી મળી. જેમાં વાત કરીએ જૂનાગઢ જીલ્લાની 5 બેઠકોમાંથી કોંગ્રેસને 4 તેમજ ભાજપને ફક્ત એક જ બેઠક મળી હતી. પોરબંદર અને બોટાદ જિલ્લામાં ભાજપ-કોંગ્રેસને એક-એક બેઠક મળી હતી. જ્યારે રાજકોટની 8 પૈકીની 6 બેઠક પર ભાજપ અને બે બેઠકો કોંગ્રેસને ફાળે આવી હતી. ભાવનગરની 7 બેઠકોમાંથી 6 બેઠકો ભાજપ અને એક બેઠક કોંગ્રેસને ફાળે આવી હતી.

સૌરાષ્ટ્રની મોટા ભાગની બેઠકો પર પાટીદાર અને કોળી મતદારોનો દબદબો

સૌરાષ્ટ્રની 48 બેઠકોમાંથી મોટા ભાગની બેઠકો પર પાટીદાર અને કોળી મતદારોનો દબદબો રહ્યો છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી અને મોરબી જિલ્લાની બેઠકો પર લેઉવા પાટીદાર મતદારોનું વર્ચસ્વ રહેલું છે. ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પર કોળી મતદારો પ્રભાવી પરિબળ રહ્યાં છે. પોરબંદર અને કુતિયાણા વિધાનસભા બેઠક પર મેર જ્ઞાતિના લોકોનું વર્ચસ્વ રહેલું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ