બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'વિદેશી દારુનો ધંધો...' , ભાજપ નેતાની પોસ્ટથી મચી ગયો ખળભળાટ

ધડાકો / 'વિદેશી દારુનો ધંધો...' , ભાજપ નેતાની પોસ્ટથી મચી ગયો ખળભળાટ

Last Updated: 10:44 AM, 29 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નડિયાદ નજીક ચકલાસીમાં વિદેશી દારૂનું ખુલ્લેામ વેચાણ થતું હોવાની ચકલાસી શહેર મહામંત્રી દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થતા હડકંપ મચી જવા પામ્યો હતો.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઘણી જગ્યાએ ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાના ગંભીર આક્ષેપો ભાજપના જ મહામંત્રી દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કરવામાં આવ્યા છે. નડિયાદ નજીકના ચકલાસી ગામમાં વિદેશી દારૂનો ખુલ્લેઆમ વેપાર થતો હોવાનો ભાંડાફોડ ભાજપના સ્થાનિક નેતાએ કર્યો છે.

ચકલાસી શહેરના ભાજપ મહામંત્રી હિમ્મત વાઘેલાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે આ મામલે તંત્રને આડે હાથ લીધું છે. તેમણે જણાવ્યું છે કે, ચકલાસી ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને દારૂ પીનારા જાહેરમાં મસ્તી કરતાં જોવા મળે છે. વધુમાં જો કોઈ તેમના ગેરકાયદેસર કાર્યોનો વિરોધ કરે તો તેને ધમકી આપવી અને અપશબ્દો બોલવા જેવી ઘટનાઓ પણ ઘટી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં શું કહ્યું

હિમ્મત વાઘેલાની પોસ્ટ મુજબ, “ચકલાસી ગામમાંથી વિદેશી દારૂનો ધંધો જલદી બંધ થવો જોયે કારણ કે પીનારા જાહેરમાં પીવે છે ટોકીયે તો ગમે તેમ અપશબ્દો બોલે છે અને ધમકી આપે છે એટલે એમની હેશિયત બતાવી પડશે”

દારૂબંધી નીતિ સામે ગંભીર સવાલો ઊભા થયા

સામાન્ય રીતે જ્યારે વિપક્ષ પક્ષો દારૂબંધીના ધજાગરા ઉડાવાય તેવો આક્ષેપ કરે છે. પરંતુ હવે ભાજપના પોતાના જ નેતાના વાઇરલ થયા પોસ્ટથી રાજ્યની દારૂબંધી નીતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચોઃ VIDEO : નવરાત્રિ દરમ્યાન જોવા મળ્યો ક્રિકટનો ક્રેઝ, ખેલૈયાઓએ ગરબા છોડીને નિહાળી ફાઈનલ મેચ

પોલીસ કાર્યવાહી કરે છે કે નહી તે જોવાનું રહ્યું

હવે જોવાનું એ છે કે પોલીસ અને સ્થાનિક તંત્ર હિમ્મત વાઘેલાની સોશિયલ મીડિયા પોસ્ટ પછી કોઈ કાર્યવાહી કરે છે કે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nadiad News Prohibition in Gujarat Nadiad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ