ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / BJP LEADER SPOKE ABOUT VACCINE AND GRAIN

વિવાદ / ગુજરાતના મંત્રી યોગેશ પટેલનું વિવાદિત નિવેદન, હું CM રૂપાણીને આજે જ વાત કરવાનો છું કે...

Published By: Ronak

Last Updated: 08:16 PM, 21 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના રાજ્ય વિકાસ મંત્રી યોગેશ પટેલે આપ્યું વિવાદસ્પદ નિવેદન..કહ્યું કે જે લોકોને વેક્સિન મુકાવી છે તે જ લોકોને મફત અનાજ આપવું જોઈએ

ADVERTISEMENT

  • નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલે આપ્યું વિવાદસ્પદ નિવેદન 
  • વેક્સિન મુકાવી હોય તેનેજ મફત અનાજ આપવું જોઈએ 
  • યોગેશ પેટલના નિવેદનને લઈને લોકોમાં રોષનો માહોલ 

ગુજરાતના રાજ્યવિકાસ મંત્રી યોગેશ પટેલ એવું કહ્યું કે જેને રસી મૂકાવી હોય તેનેજ મફત અનાજ આપવું જોઈએ. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે આ મામલે તેઓ મુખ્યમંત્રીને વાત કરશે. યોગેશ પટેલે કહ્યું કે સમગ્ર મામલે એક યોજના ઘડવી જોઈએ. પરંતું તેમના આ વિવાદસ્પદ નિવેદનને કારણે લોકોમાં હવે રોષનો માહોલ ફેલાયેલો છે. 

ગરીબોને મફત અનાજ 

કોરોનાની બીજી લહેર ગુજરાત માટે ઘણી ઘાતક સાબિત થઈ છે. આ મહામારીને કારણે અનેક લોકોના ધંધા રોજગાર પડી ભાગ્યા છે તો બિજી તરફ ઘણા લોકો કોરોનાને કારણે મૃત્યું પામ્યા છે. સરકાર દ્વારા પણ શક્ય બને તેટલી લોકોની સહાય કરવામાં આવી રહી છે. જેમા સરકાર દ્વારા ગરીબોને મફતમાં અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. 

વિવાદસ્પદ નિવેદન 

બીજી તરફ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા વેક્સિનેશન પર પૂરેપૂરો ભાર મુકવામાં આવ્યો છે. જેમા 18 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સિન ફ્રી આપવા માટે સરકારે કહ્યું છે. પરંતુ આવા સમયે નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલે કઈક એવું નિવેદન આપ્યું જેના કાર઼ણે લોકો હેરાન થઈ ગયા છે.

વેક્સિનની કામગીરી અનાજ વિતરણ સાથે જોડી 

એક તરફ પહેલાથી કોરોનાને કારણે લોકો હેરાન પરેશાન છે. તેમજ લોકોના ધંધા રોજગાર પડી ભાગ્યા છે. જેથી પરિસ્થિતીને અનુલક્ષીને સરકાર દ્વારા ગરીબોને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે. પરંતુ વેક્સિન સાથે અનાજના વિતરણની કામગીરીને જોડીને યોજના ઘડવા બાબતે લોકો પણ હેરાન રહી ગયા છે. પરિણામે તેમનું આ નિવેદન ઘણું ચર્ચાસ્પદ બન્યું છે. 

સ્પોટ વેક્સિનેશન 

ઉલ્લેખનીય છે કે આજથી રાજ્યમાં સ્પોટ વેક્સિનેશનની શરૂઆત કરી દેવામાં આવી છે. અત્યાર સુધી જેને પણ વેક્સિન લેવી હોય તેને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવું પડતું હતું. પરંતુ હવે તો રસીકરણ કેન્દ્ર પર જઈને નોંધણી કરાવીને પણ રસી લઈ શકાશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

BJP cm rupani yogesh patel ભાજપ વિકાસ મંત્રી Yogesh patel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ