બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / BJP candidate of Sabarkantha shows reluctance to contest elections

Lok Sabha Election 2024 / રંજનબેન બાદ ભાજપના વધુ એક દિગ્ગજે કર્યો ચૂંટણી લડવાનો ઈનકાર, કહ્યું 'હું ભીખાજી ઠાકોર...'

Priyakant

Last Updated: 11:45 AM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 : આજે સવારે વડોદરાના ઉમેદવારે ચૂંટણી લડવાની ના પાડ્યા બાદ હવે સાબરકાંઠાના ઉમેદવારે પણ ના પાડી

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા જ વડોદરાથી રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની જાહેરાત કરતાંની સાથે જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ બધાની વચ્ચે હવે ખુદ સાબરકાંઠાથી પણ મોટી અપડેટ સામે આવી છે. વડોદરાના ભાજપના ઉમેદવારની ચૂંટણી લડવાની અનિચ્છા પછી બીજા મોટા સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠાથી ટિકિટ ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી છે. 

વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ પછી સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. મહત્વનું છે કે, વહેલા ઉમેદવારો જાહેર કરનારા ભાજપમાં ઉમેદવારો બદલવાનો સિલસિલો યથાવત છે. અહી સૌથી મોટી વાત તો એ છે કે, ગુજરાતના રાજકારણમાં ક્યારય ન બનતી ઘટનાઓ 2024ની ચૂંટણી બની રહી છે. આજે સવારે વડોદરાના ઉમેદવારે ચૂંટણી લડવાની ના પાડ્યા બાદ હવે સાબરકાંઠાના ઉમેદવારે પણ ના પાડી છે. આ તરફ હવે બનાસકાંઠાના ઉમેદવારને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. 

વધુ વાંચો: વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડી, જાણો શું છે કારણ ?

સંસ્કારી નગરી વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે હવે ચૂંટણી લડવા ઇનકાર કર્યો છે. મહત્વનું છે કે, સતત ત્રીજી વખત ભાજપથી રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયા બાદ જ આંતરિક ડખો જોવા મળ્યો હતો. વાત તો એટલા સુધી પહોંચી છે વડોદરા પૂર્વ મેયરે પણ તેમના વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે અનેક કાર્યકરોએ પણ રંજનબેનનો વિરોધ કર્યો હતો. આ સાથે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ