બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી પ્રચાર જામી રહ્યો છે. ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે જાતજાતના ગતકડાં કરી રહ્યાં છે. ત્યારે હવે ભાજપના હાલના સાંસદ અને પશ્ચિમ બંગાળની માલદા ઉત્તર લોકસભા બેઠકના ઉમેદવાર ખગેન મુર્મૂ નવા વિવાદમાં સપડાયા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ એક મહિલાને કિસ કરતાં જોવા મળ્યાં હતા. પ્રચારમાં નીકળેલા ખગેન મુર્મૂ ઘર બહાર ઊભેલી મહિલાને પકડીને ગાલ પર જોરદાર કિસ કરી બેઠા હતા. ઉમેદવારનું આવું કામ જોઈને આજુબાજુ ઊભેલા લોકો ચોંકી ગયાં હતા જોકે કેટલાક દાંત કાઢતા પણ જોવા મળ્યાં હતા.
ADVERTISEMENT
If you cannot believe what you just saw, let us clarify. Yes, this is BJP MP & Maldaha Uttar candidate @khagen_murmu kissing a woman on his own accord on his campaign trail.
— All India Trinamool Congress (@AITCofficial) April 9, 2024
From MPs that sexually harass women wrestlers to leaders who make obscene songs about Bengali women, BJP… pic.twitter.com/f0PKdaDDn5
ADVERTISEMENT
ટીએમસી-કોંગ્રેસે સાધ્યું નિશાન
ભાજપ ઉમેદવારનો કિસ કર્યાંનો વીડિયો વાયરલ થયા બાદ મત વિસ્તારમાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. રાજ્યની સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે તે વીડિયો ફૂટેજની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે. રાજ્યની સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટનાને શેર કરતા લખ્યું છે કે, "જો તમે જે જોયું તેના પર વિશ્વાસ ન કરો, તો અમે તેને સ્પષ્ટ કરીએ છીએ." જી હાં, ભાજપના આ સાંસદ અને માલદા નોર્થના ઉમેદવાર @khagenmurmu છે જે પોતાના પ્રચાર દરમિયાન પોતાની મરજીથી એક મહિલાને જબરદસ્તી કિસ કરી રહ્યા છે. મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણી કરતા સાંસદોથી માંડીને બંગાળી મહિલાઓ વિશે અશ્લીલ ગીતો બનાવતા રાજકારણીઓ સુધી; ભાજપની છાવણીમાં મહિલા વિરોધી નેતાઓની કોઈ કમી નથી. કલ્પના કરો કે જો તેઓ સત્તામાં આવશે તો તેઓ શું કરશે. "
ADVERTISEMENT
'બાળકીને પ્યારથી કિસ કરવાનું ખોટું ન ગણાય'- કિસ કરનાર ઉમેદવાર
મુર્મૂએ પોતાના બચાવમાં એવું કહ્યું કે એક બાળકીને પ્યારથી કિસ કરવાનું કામ જરા પણ ખોટું ન ગણાય. આ તસવીર સોશિયલ મીડિયા પર તૃણમૂલના કોઈએ પોસ્ટ કરી હતી, જેને એડિટ કરવામાં આવી હતી. આ તેમની ગંદી માનસિકતા દર્શાવે છે. જે છોકરીને કિસ કરવામાં આવી રહી છે તે અમારા પરિવારની બાળકી છે. તે અમારા એક કામદારની પુત્રી છે જે બેંગ્લોરમાં નર્સિંગનો અભ્યાસ કરે છે. તેણે પરીક્ષામાં સારુ રિઝલ્ટ મેળવ્યું છે, તેથી હું તેને સ્નેહ દર્શાવતો હતો. અમે અમારા બાળકો સાથે પણ આવું જ કરીએ છીએ. અને તેના માતા-પિતા બંને તેની બાજુમાં ઉભા હતા. ટીએમસી ચૂંટણી મેદાનમાં તેમની વિરુદ્ધ ષડયંત્ર રચી રહી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.