બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / bjp activists protest in gujarat for bilawal bhutto controversial statement

સૂત્રોચ્ચાર / ગુજરાતભરમાં પાક.ના વિદેશમંત્રીનો ઉગ્ર વિરોધ: PM મોદી વિરૂદ્ધ આપ્યું હતું આપત્તિજનક નિવેદન, જુઓ ભાજપના આગેવાનોએ શું કહ્યું

Dhruv

Last Updated: 01:24 PM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી વિરૂદ્ધ પાકિસ્તાનના વિદેશ મંત્રીના વિવાદાસ્પદ નિવેદનને લઇને ગુજરાત સહિત આજે દેશભરમાં થઇ રહ્યો છે ઉગ્ર વિરોધ.

  • ગુજરાતમાં ભાજપનું વિરોધ પ્રદર્શન
  • પાક.ના વિદેશમંત્રીનો ઉગ્ર વિરોધ
  • PM મોદી વિરૂદ્ધ આપ્યું હતું આપત્તિજનક નિવેદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની 'અપમાનજનક' ટિપ્પણીને લઇને આજે દેશભરમાં ભાજપના લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. ત્યારે તેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. ગુજરાતમાં ઠેર-ઠેર ભાજપના કાર્યકરો સૂત્રોચ્ચાર દ્વારા પાકિસ્તાનના વિદેશમંત્રીનો વિરોધ કરી રહ્યાં છે.

તમને જણાવી દઇએ કે, પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ PM મોદી વિરૂદ્ધ અત્યંત નિંદનીય ભાષાનો ઉપયોગ કર્યો હતો. ભુટ્ટોએ વડાપ્રધાનને ‘ગુજરાતના કસાઈ’ કહ્યાં હતા. આથી, દેશભરમાં આજે ભાજપના લોકો પાકિસ્તાનના વિદેશમંત્રીનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે.

ગુજરાતભરમાં કઇ-કઇ જગ્યાએ થઇ રહ્યો છે વિરોધ?

પોરબંદરમાં ભાજપે સૂત્રોચ્ચાર કરી પાકિસ્તાનના વિદેશમંત્રીનો વિરોધ કર્યો. શહેરના રાણીબાગ નજીક જિલ્લા ભાજપ દ્વારા પાકિસ્તાન વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. બિલાવલ ભુટ્ટો દ્વારા PM મોદી પર અભદ્ર ટિપ્પણીને લઇને ભાજપ દ્વારા ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદના RTO સર્કલ ખાતે પણ ભાજપના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ
બિલાવલ ભુટ્ટોની PM મોદી પર અભદ્ર ટિપ્પણી પર અમદાવાદના RTO સર્કલ ખાતે પણ ભાજપના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ધારાસભ્ય જીતેન્દ્ર પટેલ અને અમિત શાહ સહિતના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા. ભાજપ નેતાઓએ પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર પણ કર્યા.

રાજકોટમાં બિલાવલ ભૂટ્ટોનું પૂતળા દહન કરાયું
બીજી બાજુ રાજકોટ શહેર ભાજપ દ્વારા પણ પાક. વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના વિરોધમાં બિલાવલ ભૂટ્ટોનું પૂતળા દહન પણ કરાયું. ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવ્યું.

ભારતે પણ આપ્યો જડબાતોડ જવાબ 
ભારતે આ મુદ્દે કહ્યું કે અમે 26 11 મામલે પાકિસ્તાનની પોલ ખોલી તેના કારણે ત્યાંનાં નેતાઓ હવે ગભરાઈ ગયા છે, અનેક લોકોના જીવ બચાવનાર નર્સના તીખા હુમલા બાદ પાકિસ્તાન પરેશાન છે અને આતંકી હાફિસ સઇદ અને લખવી અત્યારે પણ પાકિસ્તાનમાં આઝાદીથી ફરી રહ્યા છેઃ, પાકિસ્તાન મુંબઈ હુમલા મામલે કોઈ કાર્યવાહી કરી શક્યું નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ