બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / birth control pills can be dangerous for health has bad effects on body

હેલ્થ એલર્ટ / ગર્ભનિરોધક ગોળીઓનું વધારે પડતું સેવન સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, આ મહિલાઓએ ખાસ સાવધાન રહેવું

Arohi

Last Updated: 09:56 AM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Birth Control Pills: અમુક ગર્ભનિરોધક ગોળીઓ કોમ્બિનેશન પિલ્સ હોય છે. તેને વારંવાર લેવી ખતરનાક સાબિત થઈ શકે છે. આવો જાણીએ તેના વિશે.

  • ગર્ભનિરોધન ગોળીઓનું સેવન ખતરનાક
  • વારંવાર ન કરો આ ગોળીઓનું સેવન 
  • સ્વાસ્થ્ય માટે છે હાનિકારક

અનિચ્છનીય ગર્ભધારણથી બચવા માટે આજકાલ મોટાભાગની મહિલાઓ ગર્ભનિરોધક ગોળીઓનો સહારો લે છે. ગર્ભનિરોધક ગોળીઓ ગર્ભ ધારણને રોકવા માટે એક સામાન્ય અને સુવિધાજનક રીત બની ગઈ છે. પરંતુ ગોળીઓ હોર્મોનલ રીતે કામ કરે છે અને અંડોત્સર્ગને રોકે છે. માટે આ ગોળીઓને સતત લેવી અને લાંબા સમય સુધી લેવાથી શારીરિક સમસ્યા આવી શકે છે.

અમુક ગર્ભ નિરોધક ગોળીઓ કોમ્બિનેશન પિલ્સ હોય છે. તેમાં બેથી વધારે હોર્મોન્સ અને દવાઓ હોય છે. આવી ગોળીઓનો ઉપયોગ કરવો ખતરનાક સાબિત થઈ શકે છે. ડૉક્ટરની સવાહ વગર ગોળીઓનો ઉપયોગ ન કરવો જોઈએ. 

ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરવો ખતરનાક 
લોહીની ગાંઠો થવી 

ગર્ભ નિરોધક ગોળીઓથી લોહીની ગાંઠો બની જાય છે. આ ગોળીઓમાં એસ્ટ્રોજન હોય છે જે લોહીમાં ક્લોટિંગને વધારે છે. ગોળીઓના લાંબા સમય સુધી ઉપયોગથી લોહીની ગાંઠો જામી જાય છે. ધુમ્રપાન કરનાર મહિલાઓમાં ખતરો વધારે પણ વધી શકે છે. 

હૃદય રોગ 
અમુક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગર્ભ નિરોધક ગોળીઓ હૃદય રોગના ખતરાને વધારી શકે છે. 

હાઈ બ્લડ પ્રેશર 
ગર્ભ નિરોધક ગોળીઓ હાઈ બ્લડ પ્રેશર વધારી શકે છે.

સ્થૂળતા
અમુક મહિલાઓમાં ગોળીઓના કારણે વજન વધે છે. 

પીરિયડ્સમાં સમસ્યા
ગોળીઓના કારણે પીરિયડ્સ ક્યારેક જલ્દી આવી શકે છે અથવા તો ક્યારેક મોડા. અમુક મહિલાઓને વધારે રક્તસ્ત્રાવ પણ થવા લાગે છે. 

મૂડ સ્વિંગ
અમુક મહિલાઓમાં મૂડ સંબંધી ફેરફાર થવા લાગે છે. 

કેન્સર
ગર્ભાશય, સ્તન અને લિવર કેન્સરનો ખતરો વધે છે.

આ મહિલાઓએ ક્યારેય ન લેવી ગર્ભ નિરોધક ગોળીઓ

  • ગર્ભવતી મહિલાઓને ગર્ભ નિરોધક ગોળીઓ લેવાથી બચવું જોઈએ કારણ કે ગર્ભ અને બાળક બન્ને માટે તે હાનિકારક છે. 
  • 40 વર્ષ કે તેનાથી વધારે ઉંમરની મહિલાઓએ આ ગોળીઓ લેવાથી બચવું જોઈએ. 
  • દારૂ સિગરેટ વગેરેનું સેવન કરતી મહિલાઓને આ ગોળીઓના સાઈડ ઈફેક્ટ્સનો ખતરો વધારે હોય છે. 
  • સ્થૂળતા હોય તેવી મહિલાઓને અમુક ગોળીઓ લેવાથી બચવું જોઈએ
  • અમકુ દવાઓની સાથે ગર્ભ નિરોધક ગોળીઓ લેવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ