ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Viral / એક એવું ATM, જ્યાં રૂપિયા નથી ઉપડતા, પરંતુ થાય છે હેર કટિંગ, જુઓ વાયરલ Video

Viral / એક એવું ATM, જ્યાં રૂપિયા નથી ઉપડતા, પરંતુ થાય છે હેર કટિંગ, જુઓ વાયરલ Video

Published By: Pravin Joshi

Last Updated: 07:23 PM, 11 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના પટનામાં એક જૂના બંધ પડેલા SBI ATM ની કેબિનમાં સલૂન ખોલવામાં આવ્યું છે. બહારથી ATM જેવું દેખાતું હોવાથી લોકો પૈસા ઉપાડવા અંદર જાય છે અને ત્યાં હેર કટિંગ થતું જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે.

ADVERTISEMENT

તમે અત્યાર સુધી એટીએમ (ATM) માંથી પૈસા નીકળતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય એવું એટીએમ જોયું છે જ્યાં લોકો વાળ કપાવવા કે દાઢી કરાવવા જતા હોય? બિહારની રાજધાની પટનાના દાનાપુર વિસ્તારમાં એક આવું જ અનોખું એટીએમ સેન્ટર અત્યારે સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અહીં લોકો પૈસા ઉપાડવા જાય છે, પરંતુ અંદરનું દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ જાય છે.

SBI એટીએમ હવે બની ગયું સલૂન

મળતી માહિતી મુજબ, દાનાપુર વિસ્તારમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) નું એક એટીએમ આવેલું હતું. લાંબા સમય સુધી કાર્યરત રહ્યા બાદ કોઈ કારણોસર બેંકે આ એટીએમ બંધ કરી દીધું અને તેમાંથી મશીન પણ હટાવી લેવામાં આવ્યું. જોકે, એટીએમનું આખું માળખું અને કેબિન તેમજ બહારના બોર્ડ હજુ પણ યથાવત છે. આ ખાલી પડેલી જગ્યાને માલિકે ભાડે આપી દીધી અને ભાડૂતે ત્યાં કોઈ અખતરો કરવાને બદલે આખેઆખું હેર કટિંગ સલૂન ખોલી નાખ્યું.

પૈસા કઢાવવા આવતા લોકો થઈ જાય છે સ્તબ્ધ

આ સલૂનની સૌથી મજેદાર વાત એ છે કે જે લોકો આ રસ્તેથી પસાર થાય છે, તેમને બહારથી એવું જ લાગે છે કે આ એક બેંકનું એટીએમ છે. ઘણા લોકો ઉતાવળમાં પૈસા ઉપાડવા માટે કાર્ડ લઈને અંદર ઘૂસી જાય છે, પરંતુ અંદર ગયા પછી જ્યારે તે જુએ છે કે મશીનને બદલે ત્યાં ખુરશીઓ લાગેલી છે અને લોકોની હજામત થઈ રહી છે, ત્યારે તેમની નવાઈનો પાર નથી રહેતો.

આ પણ વાંચોઃ AC ચલાવવા પર પણ કંટ્રોલ! PM મોદીની અપીલ પહેલા જ 70 દેશોમાં લાગુ છે આ પોલિસી

સેલ્ફી પોઈન્ટ અને નવું નામ ‘હેર કટિંગ ATM’

આ અનોખા સેટઅપનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે અહીં લોકોની ભીડ ઉમટી રહી છે. આ જગ્યા માત્ર એક સલૂન જ નહીં, પણ એક લોકપ્રિય ‘સેલ્ફી પોઈન્ટ’ પણ બની ગઈ છે. સ્થાનિક લોકો હવે તેને ગમ્મતમાં ‘હેર કટિંગ એટીએમ’ તરીકે ઓળખવા લાગ્યા છે. લોકો અહીં આવીને આ વિચિત્ર અને સર્જનાત્મક જુગાડ સાથે ફોટા પડાવવાનું ચૂકતા નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ViralVideo BiharNews Bihar Unique ATM

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ