બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:48 PM, 8 April 2025
નીતીશ સરકારએ રાજ્યના મંત્રીઓ અને નાયબમંત્રીઓના પગારમાં નોંધપાત્ર વધારો કર્યો છે. હવે તેમની માસિક પગાર રકમ ₹50,000 થી વધારીને ₹65,000 કરવામાં આવી છે. એટલું જ નહીં, પ્રાદેશિક ભથ્થું પણ ₹55,000 થી વધારીને ₹70,000 કરવામાં આવ્યું છે. દૈનિક ભથ્થામાં પણ વધારો કરીને તેને ₹3,000 પરથી ₹3,500 કરાયું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રાજ્યમંત્રીઓ માટે આતિથ્ય ભથ્થું ₹24,000થી વધારીને ₹29,500 અને નાયબમંત્રીઓ માટે ₹23,500થી વધારીને ₹29,000 કરવામાં આવ્યું છે. આ ભથ્થા મંત્રીઓના સરકારી મહેમાનગતિ ખર્ચ માટે હોય છે. હવે રાજ્યમંત્રીઓ અને નાયબમંત્રીઓને સરકારી ફરજ માટે પ્રતિ કિલોમીટર મુસાફરીના ભથ્થા તરીકે ₹15ના બદલે ₹25 મળશે, જેનો અર્થ છે વધુ ભથ્થો અને વધુ સહુલિયત.
ADVERTISEMENT
બિહાર કેબિનેટે અનેક સરકારી નોકરીઓ માટે મંજૂરી આપી છે. ખાસ કરીને આરોગ્ય વિભાગમાં 20,000થી વધુ નવી જગ્યાઓ બનાવવામાં આવી છે, જેના પર શિઘ્રજ નિમણૂકો થવાની છે. કેબિનેટ સચિવાલય હેઠળની કચેરીઓમાં સહાયક ઉર્દૂ અનુવાદકની કુલ 3,306 નવી જગ્યાઓને મંજૂરી આપવામાં આવી છે.

ADVERTISEMENT
કૃષિ વિભાગમાં 2,590 જગ્યાઓનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. આ પગલાંથી કૃષિ સેવા વધુ મજબૂત બનશે. નશાબંધી વિભાગમાં પણ બમ્પર ભરતી થશે. નશાબંધી કોન્સ્ટેબલ, ઓફિસ એટેન્ડન્ટ, લોઅર ડિવિઝન કલાર્ક, અને લેબ સહાયક જેવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. બિહાર સ્ટાફ સિલેક્શન કમિશનમાં (BSSC) ડેટા એન્ટ્રી ઓપરેટરની 29 અને ઓફિસ પટાવાળાની 6, એમ કુલ 35 જગ્યાઓ માટે મંજૂરી આપવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગઈકાલે આરોગ્ય વિભાગે પટનામાં સંકલિત આયુષ હોસ્પિટલ ચલાવવા માટે 36 નવી જગ્યાઓ મંજૂર કરી છે, જેથી આયુષ ચિકિત્સા સેવા વધુ સારી રીતે આપવામાં આવી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.