ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સરકારી એજન્સી તરફથી મહત્વપૂર્ણ ચેતવણી, iPhoneથી iPad સુધી, યુઝર્સ તાત્કાલિક કરી લે આ કામ

સાવધાન / સરકારી એજન્સી તરફથી મહત્વપૂર્ણ ચેતવણી, iPhoneથી iPad સુધી, યુઝર્સ તાત્કાલિક કરી લે આ કામ

Last Updated: 02:24 PM, 8 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એપલ ઉપકરણ વપરાશકર્તાઓ માટે CERT-In દ્વારા મહત્વપૂર્ણ ચેતવણી આપવામાં આવી છે. જૂના ઓપરેટિંગ સિસ્ટમમાં રહેલી ખામીઓ ઉપકરણની સુરક્ષાને ગંભીર રીતે અસર કરી શકે છે.

ADVERTISEMENT

અપલ ઉપકરણો વાપરતા વપરાશકર્તાઓ માટે મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળ કાર્યરત એજન્સી CERT-In (Indian Computer Emergency Response Team) દ્વારા એક ચેતવણી આપવામાં આવી છે. તેમના સંશોધકોના જણાવ્યા મુજબ એપલના કેટલાક જૂના ઓપરેટિંગ સિસ્ટમમાં ગંભીર સુરક્ષા ખામીઓ જોવા મળી છે. આ ખામીઓના કારણે સાઇબર સ્કેમર્સ ઉપકરણને હેક કરી શકે છે, જેમાંથી તેઓ વપરાશકર્તાનું અંગત ડેટા ચોરી શકે છે કે પછી ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે.

i-phone-2

આ ખામીઓ iPhone, iPad, MacBook, Apple TV, Safari બ્રાઉઝર અને Apple Vision Pro જેવા અનેક એપલ ઉપકરણોને અસર પહોંચાડી શકે છે. CERT-In એ ચેતવણી આપી છે કે જો વપરાશકર્તાઓ જૂના ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે, તો તેમના ઉપકરણને હેકિંગ અને ડેટા ચોરી જેવાં ગંભીર જોખમોનો સામનો કરવો પડી શકે છે. હેકર્સ આ નબળાઈઓનો લાભ લઈ ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે અને તેમાં રહેલાં વ્યક્તિગત ડેટા સુધી પહોંચ મેળવી શકે છે.

i-phone

ખાસ કરીને નીચેના વર્ઝન કરતાં જૂના વર્ઝન વાપરતા હોય તો વધુ જોખમ છે: iOS: 18.4, 17.7.6, 16.7.11 અને 15.8.4 કરતાં જૂના, iPadOS: 18.4, 17.7.6, 16.7.11 અને 15.8.4 કરતાં જૂના, macOS: Sequoia 15.4, Sonoma 14.7.5 અને Ventura 13.7.5 કરતાં જૂના, tvOS: 18.4 કરતાં જૂના, visionOS: 2.4 કરતાં જૂના, Safari બ્રાઉઝર: 18.4 કરતાં જૂના અને Xcode: 16.3 અથવા તે પહેલાંના વર્ઝન. સુરક્ષાની દ્રષ્ટિએ, તમામ વપરાશકર્તાઓએ તરત જ પોતાના ઉપકરણને નવીનતમ વર્ઝનમાં અપડેટ કરવાનો સલાહ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : 12મા ધોરણના વિદ્યાર્થી સાથે ત્રણ બાળકોની માતાને થયો પ્રેમ, પતિ અને બાળકોને તરછોડીને કર્યો મોટો કાંડ

CERT-In દ્વારા દરેક એપલ વપરાશકર્તાઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ તાત્કાલિક પોતાનું ડિવાઇસ નવા ઓપરેટિંગ સિસ્ટમ અથવા નવીનતમ સુરક્ષા અપડેટ સાથે અપડેટ કરે. આ ઉપાય દ્વારા વપરાશકર્તાઓ પોતાનું ઉપકરણ હેકિંગ, ડેટા ચોરી અને અન્ય સાઇબર જોખમોથી બચાવી શકે છે. જો તમે Apple ના કોઇપણ ઉપકરણનો ઉપયોગ કરો છો તો તરત જ Settings માં જઈને Software Update ચેક કરો અને ઉપકરણને અપડેટ કરો. તમારું એક પગલું તમારા ડેટા અને સુરક્ષાને બચાવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CERT-In warning Apple device security iOS vulnerability
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ