ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / 12મા ધોરણના વિદ્યાર્થી સાથે ત્રણ બાળકોની માતાને થયો પ્રેમ, પતિ અને બાળકોને તરછોડીને કર્યો મોટો કાંડ
Last Updated: 02:13 PM, 8 April 2025
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના અમરોહામાં એક કિશોરના પ્રેમમાં ત્રણ બાળકોની માતાએ પોતાના પતિને છૂટાછેડા આપી દીધા. આ પછી મંદિરમાં જઈને પ્રેમ સાથે લગ્ન કરી લીધા. મહિલાનું નામ શબનમ છે. તે બીજા ધર્મના ધોરણ 12ના વિદ્યાર્થીના પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ કે બાળકો અને પતિને છોડીને કિશોર સાથે રહેવાનો નિર્ણય કરી લીધો. આટલું જ નહીં, તેણે પોતાનું નામ શબનમથી બદલીને શિવાની રાખી દીધું છે. તેના બીજા પતિનું નામ શિવા છે.
ADVERTISEMENT
શિવા અને શબનમ ઉર્ફે શિવાનીએ જણાવ્યું કે તેમણે પોતાની મરજીથી લગ્ન કરી લીધા છે અને બંને ખૂબ જ ખુશ છે. કપલનું કહેવું છે કે કોઈ પણ તેમના જીવનમાં દખલ ન કરે, કારણ કે તેઓ પુખ્ત છે. તેમણે સાથે જીવવા-મરવાની કસમ ખાધી છે.

ADVERTISEMENT
આ મામલો અમરોહા જીલ્લાના સૈદ નગલી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે જ્યાં ત્રણ બાળકોની માતાને પડોશમાં જ રહેનારા 12મા ધોરણના વિદ્યાર્થી શિવા સાથે પ્રેમ થઈ ગયો. પરિવારમાં વિવાદ થયો તો પંચાયત બોલાવી. પંચોની સહમતિ સાથે પંચાયતે નિર્ણય લીધો કે મહિલા પોતાની મરજીથી કશે પણ રહી શકે છે.
હાલમાં 26 વર્ષીય શબનમ પોતાના પતિને છૂટાછેડા આપી ચુકી છે. શબનમના આઠ વર્ષ પહેલા સૈદ નગલી નગર પંચાયતના મહોલ્લા નિવાસી એક યુવક સાથે લગ્ન થયા હતા. બંનેને ત્રણ દીકરીઓ છે. લગભગ એક વર્ષ પહેલા તેના પતિનો એક રોડ એક્સિડન્ટ થયો હતો, જેમાં તે ઘાયલ થયો હતો. એ પછી તે શારીરિક રીતે નબળો થઈ ગયો.
ADVERTISEMENT
આ દરમિયાન શબનમને મહોલ્લાના જ રહેવાસી શિવા સાથે પ્રેમ થઈ ગયો. પછી શબનમ શિવા સાથે જ રહેવા લાગી. ત્રણ દિવસ પહેલા બંને પક્ષોના લોકોએ આ વાતને લઈને પંચાયત બોલાવી હતી. લોકોની હાજરીમાં નક્કી થયું કે મહિલા પોતાની મરજીથી જ્યાં રહેવા માંગે છે, રહી શકે છે. મહિલાના પતિ સાથે છૂટાછેડા થઈ ચુક્યા છે અને તેણે બાળકો પતિ પાસે જ રહેવા દીધા છે.
આ પણ વાંચો: લ્યો બોલો.... દુલ્હનની માતા સાથે થયો પ્રેમ તો વરરાજા લગ્ન પહેલા સાસુ સાથે જ ભાગી ગયો, કબાટ ખોલતા જ
ADVERTISEMENT
મહિલાએ પોતાનું નામ શબનમથી બદલીને શિવાની રાખી દીધું છે. તેણે કહ્યું કે મેં પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને ખૂબ જ ખુશ છું. તેને કોઈ પરેશાની નથી. કહેવામાં આવી રહ્યું છે કે શબનમના લગ્ન પહેલા અલીગઢમાં થયા હતા. આ લગ્ન તૂટ્યા પછી સૈદ નગલીમાં બીજા લગ્ન થયા. બીજા લગ્ન તૂટ્યા પછી હવે શબનમે ત્રીજા યુવકને પસંદ કરી લીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો