બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Politics / Bihar G Krishnaiah wife Uma Devi files petition in SC against the release of Anand Mohan

દેશ / બાહુબલી નેતા આનંદ મોહનના છુટકારાને પડકાર, સુપ્રીમ કોર્ટ પહોંચી IASની પત્ની ઉમા કૃષ્ણૈયા

Vaidehi

Last Updated: 08:00 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anand Mohan Release: ગોપાલગંજનાં DM જી.કૃષ્ણૈયાનાં હત્યાનાં મામલાનાં આરોપી આનંદ મોહનની જામીન બાદ કૃષ્ણૈયાની પત્નીએ SCમાં અરજી દાખલ કરી છે.

  • ગોપાલગંજનાં DM જી.કૃષ્ણૈયાનાં હત્યાનો મામલો
  • આરોપી પૂર્વ સાંસદ આનંદ મોહનની જામીન બાદ ફરી વિવાદ
  • પત્ની ઉમા કૃષ્ણૈયાએ SCમાં જામીનને રદ કરવા કરી અપીલ

બિહારનાં પૂર્વ સાંસદ આનંદ મોહન, તાત્કાલિન ડીએમ જી.કૃષ્ણૈયાની હત્યાનાં મામલામાં કથિત ધોરણે આરોપી હતાં જેમને હાલમાં જામીન મળી છે. તેમની જામીનનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. જી.કૃષ્ણૈયાની પત્ની ઉમા કૃષ્ણૈયાએ આનંદ મોહનની જામીનને પડકારતી અરજી SCમાં દાખલ કરી છે.

ફરી જેલમાં નાખવાની માંગ
ગોપાલગંજમાં મૃત્યુ પામેલા DM જી.કૃષ્ણૈયાની પત્ની ઉમા કૃષ્ણૈયાએ આનંદ મોહનને ફરી જેલમાં નાખવાની માંગ કરી છે. ઉમાએ બિહાર સરકારનાં નિયમોમાં બદલાવની નોટિફિકેશનને પણ રદ કરવાની માંગ કરી છે. 

પત્નીએ SCમાં કરી આ અપીલ
અત્રે ઉલ્લેખનીય છે કે આનંદ મોહનની જામીન બાદ ઉમાએ કહ્યું હતું કે જનતા આનંદ મોહનની જામીનનો વિરોધ કરશે, તેને ફરી જેલમાં મૂકવાની માંગ કરશે. તેમને મુક્ત કરવાનો નિર્ણય ખોટો છે. CMએ આ પ્રકારની પ્રવૃતિને પ્રોત્સાહન ન આપવું જોઈએ. ઉમા કૃષ્ણૈયાએ કહ્યું કે જો તે (આનંદ મોહન) ભવિષ્યમાં ચૂંટણી લજશે તો જનતાએ તેમનો બહિષ્કાર કરવો જોઈએ. હું તેમને ફરી જેલમાં મૂકવાની અપીલ કરું છું.

'આ માત્ર એક પરિવાર નહીં, દેશ સાથે અન્યાય છે'- પુત્રી પદ્મા
જી.કૃષ્ણૈયાની પુત્રી પદ્માએ પણ કહ્યું હતું કે 'આનંદ મોહનસિંહ આજે જેલથી છૂટ્યાં જે અમારા માટે ઘણી દુ:ખદ વાત છે. સરકારે આ નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ. હું નીતીશ કુમારજીને વિનંતી કરું છું કે આ નિર્ણય પર ફરી વિચાર કરે. આ નિર્ણયનાં લીધે સરકાર એક ખોટું ઉદાહરણ આપી રહી છે. આ માત્ર એક પરિવાર નહીં, દેશ સાથે અન્યાય છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ