બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big success for crime branch in Sayla-Limbdi robbery case

ક્રાઇમ / આખરે ઉકેલાયો સાયલા-લીંબડી હાઈવે પર થયેલી કરોડોની ચાંદીની લૂંટનો ભેદ, છેક MPથી ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચ્યા

Malay

Last Updated: 04:58 PM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરના સાયલા-લીંબડી હાઈવે પર થયેલી 3.88 કરોડની ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયો છે. ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી 4 આરોપીઓની ધરપકડ કરીને અડધો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 

  • સુરેન્દ્રનગરના સાયલા-લીંબડી હાઈવે પર લૂંટનો મામલો
  • 3.88 કરોડની ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયો
  • મધ્યપ્રદેશથી 4 આરોપીઓની ધરપકડ
  • હજુ ગેંગના વધુ આરોપીની શોધખોળ શરૂ કરી

સુરેન્દ્રનગરના સાયલા-લીંબડી હાઈવે પર થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશમાંથી લૂંટને અંજામ આપનારા 4 આરોપીઓની ધરપકડ કરી છે. સાથે ક્રાઈમ બ્રાન્ચે અડધો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ આરોપીઓએ ઘરમાં ગુપ્ત ખાનું બનાવીને મુદ્દામાલ છુપાવ્યો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરીને અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે. મહત્વનું કે, થોડા દિવસ પહેલાં સાયલા-લીંબડી હાઈવે પર આંગડિયાની કાર રોકી આરોપીઓએ 3.88 કરોડની ચાંદીની લૂંટ કરી હતી. 

1400 કિલો ચાંદીની થઈ હતી લૂંટ
સાયલા-લીંબડી હાઇવે પર લૂંટારૂઓ અંદાજે 1400 કિલો ચાંદીની તેમજ ઈમીટેશન જ્વેલરીની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં હડકંપ મચી ગયો હતો. લૂંટારૂઓની ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ દ્વારા જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. રાજકોટ રેન્જ આઇજીની સૂચના મુજબ SPના સુપરવિઝન હેઠળ અલગ-અલગ 15થી 17 ટીમ બનાવવામાં આવી હતી. 

ફિલ્મી ઢબે લૂંટની ઘટનાને અપાયો હતો અંજામ
થોડા દિવસ અગાઉ રાજકોટ-અમદાવાદ હાઇવે પર સાયલા પાસે ફિલ્મી ઢબે લૂંટ ચલાવવામાં આવી હતી. 3 કારમાં આવેલ લૂંટારુઓએ સાયલાથી અડધો કિલોમીટર દૂર મોર્ડન સ્કૂલ રોડ પર ફરિયાદીની કારને આંતરી પોલીસની ઓળખ આપી હતી. જે બાદ તમારી કારમાં દારૂ છે તેમ કહી કારમાં તપાસ હાથ ધરી હતી. જે બાદ આ શખ્સોએ ફરિયાદીને માર મારીને રૂ.3 કરોડ 88 લાખની ચાંદી અને ઇમીટેશન જ્વેલરીની લૂંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. 

સમગ્ર જિલ્લામાં નાકાબંધી 
લૂંટના બનાવને પગલે ડીએસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને લૂંટારૂઓને ઝડપી લેવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી.

પોલીસે બનાવી હતી 15થી 17 ટીમો 
આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાતે જણાવ્યું હતું કે, રાજકોટ કુરિયર સર્વિસની પિકઅપ કારને ત્રણગાડીઓમાં આવેલા શખ્સોએ રોકી હતી. ત્યારબાદ ગાડીમાંથી ઈમીટેશન જ્વેલરી અને 3.88 કરોડની ચાંદી લઈને ફરાર થઈ ગયા હતા. હાલ જિલ્લાભરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. 15થી 17 ટીમો દ્વારા લૂંટારાઓને ઝબ્બે કરવાની તજવીજ હાથ ધરાઇ છે. જોકે, હવે આ લૂંટારૂઓને મધ્યપ્રદેશથી ઝડપી લેવામાં આવ્યા છે. હજુ ગેંગના વધુ આરોપીની શોધખોળ ચાલી રહી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ