ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / big planets in next 72 hours these 4 zodiac signs will get bumper benefits

જ્યોતિષ શાસ્ત્ર / આ 4 રાશિના જાતકો હવે ફાવી જશે, આગામી 72 કલાકમાં જ આ બે ગ્રહોનું થશે રાશિ પરિવર્તન

Published By: Vikram Mehta

Last Updated: 01:22 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિના જીવનમાં ગ્રહ ગોચરની સીધી અસર થાય છે. તમામ 9 ગ્રહના રાશિ પરિવર્તનનો સમયગાળો અલગ અલગ હોય છે.

ADVERTISEMENT

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. તમામ 9 ગ્રહ સમયાંતરે રાશિ પરિવર્તન કરે છે, કોઈ વ્યક્તિના જીવનમાં ગ્રહ ગોચરની સીધી અસર થાય છે. તમામ 9 ગ્રહના રાશિ પરિવર્તનનો સમયગાળો અલગ અલગ હોય છે. 

માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં શુક્ર અને બુધ ગ્રહ એક જ દિવસે રાશિ પરિવર્તન કરશે. બુધ ગ્રહ 7 માર્ચના રોજ સવારે 09:21 વાગ્યે મીન રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ગ્રહ 7 માર્ચના રોજ સવારે 10:30 વાગ્યે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આગામી 72 કલાકમાં બે મોટા ગ્રહનું ગોચર થશે. ગ્રહોના આ પ્રકારની ઉથલપાથલની તમામ 12 રાશિના જાતકો પર અસર થશે. શુક્ર અને બુધના રાશિ પરિવર્તનથી કઈ રાશિના જાતકો પર સકારાત્મક પરિવર્તન થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મેષ- આ રાશિના જાતકો માટે બુધનું રાશિ પરિવર્તન લાભદાયક સાબિત થશે. આ રાશિના જાતકોને તમામ ક્ષેત્રે સફળતા મળશે. જે પણ કામ અટકેલું છે, તે કામ પૂર્ણ થશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. નાણાંકીય પરેશાની દૂર થશે, પ્રેમ સંબંધ વધુ મધુર બનશે. વૈવાહિક જીવન સુખમયી રહેશે. 

કન્યા- આ રાશિના જાતકોને આર્થિક પરેશાનીથી છુટકારો મળશે. સમાજમાં માન સમ્માન મળશે. પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થશે. જે પણ કામ અટકેલું છે, તે કામ પૂર્ણ થશે. નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થશે, બિઝનેસમાં વૃદ્ધિ થશે. 

ધન- આ રાશિના જાતકોની આધ્યાત્મિક કાર્યોમાં રૂચિ વધશે, આત્મવિશ્વાસ વધશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. આર્થિક પરિસ્થિતિ વધુ મજબૂત થશે, દાંપત્ય જીવન વધુ મધુર બનશે. વિદેશ યાત્રાનો યોગ બની શકે છે. 

વધુ વાંચો: મહાશિવરાત્રિ પહેલા જો સપનામાં દેખાય આ દુર્લભ ચીજ, તો સમજી લેવું કે ખુલી ગયા ભાગ્યના દ્વાર

મીન- આ રાશિના જાતકોની ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે. શિક્ષા ક્ષેત્રે સારું પરિણામ પ્રાપ્ત થશે. નોકરી અને બિઝનેસમાં પ્રગતિનો યોગ બની શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

Budh Gochar Grah Gochar Horoscope Rashifal gochar benefits shukra gochar ગોચર શુભ અસર જ્યોતિષ શાસ્ત્ર બુધ ગોચર રાશિફળ Rashifal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ