ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / do this remedy before mahashivratri 2024 will shine your stars

આસ્થા / મહાશિવરાત્રિ પહેલા જો સપનામાં દેખાય આ દુર્લભ ચીજ, તો સમજી લેવું કે ખુલી ગયા ભાગ્યના દ્વાર

Published By: Arohi

Last Updated: 08:17 AM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahashivratri 2024: સનાતન ધર્મમાં મહાશિવરાત્રીનું ખાસ મહત્વ છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. હિંદૂ ધાર્મિક ગ્રંથો અનુસાર મહાશિવરાત્રીના પહેલા ભગવાન શિવ સાથે જોડાયેલી અમુક વસ્તુઓના દર્શન ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ADVERTISEMENT

સનાતન ધર્મમાં મહાશિવરાત્રીનું પર્વ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. શિવ ભક્ત મહાશિવરાત્રીની ખૂબ જ આતુરતાથી રાત જોવે છે. હિંદૂ પંચાંગ અનુસાર ફાગણ મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્થીએ મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. 

ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીની શરૂઆત 8 માર્ચે સંધ્યાકાળ 9.57 પર થશે. તેનું સમાપન બીજા દિવસે 9 માર્ચે સંધ્યાકાળ 6.17 મિનિટ પર થશે. એવામાં આ વર્ષે મહાશિવરાત્રીનું વ્રત 8 માર્ચ 2024એ ઉજવવામાં આવશે. માન્યતા છે કે આ દિવસે શિવજી અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. મહાશિવરાત્રી પહેલા ભગવાન શિવ સાથે જોડાયેલી અમુક વસ્તુઓના દર્શન ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેમાં આ 3 પ્રમુખ છે. 

  1. નાગના દર્શન 
  2. રૂદ્રાક્ષ 
  3. પાંચ પાન વાળા બિલિપત્ર 

નાગદેવના દર્શન 
મહાશિવરાત્રી પર્વના પહેલા જો તમને ક્યાંય પણ કાળા નાગ અથવા સર્પના દર્શન થાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. એવી માન્યતા છે કે મહાશિવરાત્રીના પહેલા ભોલેનાથના પ્રિય નાગના દર્શન કરવાથી ભાગ્યનો સાથ મળે છે એટલે કે ભાગ્ય ખુલી જાય છે. 

રૂદ્રાક્ષ 
મહાશિવરાત્રીના દિવસે રૂદ્રાક્ષને જોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન શિવને રૂદ્રાક્ષ ખૂબ જ પ્રિય છે અને જો તમને શિવરાત્રી પહેલા રૂદ્રાક્ષ મળી જાય તો તેને તમે પોતાની તિજોરીમાં મુકી દો. આમ કરવાથી ઘરમાં સુખ સંપત્તિનો વાસ થાય છે. 

વધુ વાંચો: 30 વર્ષ બાદ કુંભ રાશિમાં શનિ અને મંગળ થશે ભેગા! જાણો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ

5 પાન વાળું બિલિપત્ર 
ભગવાન શંકરની પૂજામાં બિલિપત્ર જરૂરી છે. સામાન્ય રીતે ભગવાન શંકરની પૂજામાં ત્રણ પાન વાળા બિલિપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમને મહાશિવરાત્રીના પહેલા 5 પાન વાળા બિલિપત્ર મળી જાય અથવા સપનામાં જોવા મળે તો એવી માન્યતા છે કે તેનાથી તમારૂ ભાગ્ય ખુલવાના સંકેત છે. આટલું જ નહીં 5 પાન વાળા બિલિપત્ર દેખાવવા ખૂબ જ દુર્લભ હોય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Mahashivratri 2024 Remedy મહાશિવરાત્રી 2024 રૂદ્રાક્ષ સનાતન ધર્મ Mahashivratri 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ