બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / BIG NEWS: US Vice President Kamala Harris becomes Corona positive, isolated

મહામારી / BIG NEWS :અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટ કમલા હેરિસ થયા કોરોના પોઝિટીવ, આઈસોલેટ થયા

Hiralal

Last Updated: 10:37 PM, 26 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટ કમલા હેરિસ કોરોના પોઝિટીવ થયા છે તેમણે ટ્વિટ કરીને માહિતી આપી હતી.

  • અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટ કમલા હેરિસ થયા કોરોના પોઝિટીવ
  • ટ્વિટ કરીને આપી જાણકારી
  • પોતાની જાતને આઈસોલેટ કરી,વાઈસ પ્રેસિડન્ટ ઓફિસમાંથી કામ કરતા રહેશે

અમેરિકામાં દિનપ્રતિદિન કોરોના કેસ વધતા જાય છે અને હવે કોરોનાએ મોટી હસ્તીઓને ચપેટમાં લેવાનું શરુ કર્યું છે. અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટ કમલા હેરિસ કોરોનાની ચપેટમાં આવ્યાં છે. તેમણે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.

વાઈસ પ્રેસિડન્ટ ઓફિસમાંથી કામ કરવાનું ચાલુ રાખશે 

કમલા હેરિસમાં કોરોનાના કોઈ લક્ષણો જણાયા નથી અને તેઓ આઈસોલેટ થયા છે. વાઈસ પ્રેસિડન્ટ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, કમલા હેરિસ વાઈસ પ્રેસિડન્ટ ઓફિસમાંથી કામ કરવાનું ચાલુ રાખશે. જોકે ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. 

રાષ્ટ્રપતિ બાયડન કમલા હેરિસના સંપર્કમાં આવ્યાં નથી

વ્હાઈટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ જો બાઈડેન હાલમાં કમલા હેરિસના સંપર્કમાં આવ્યા નહોતા, તેથી તેઓ કોરોનાથી સુરક્ષિત છે. જો કે હવે સાવચેતી રાખવામાં આવી રહી છે.વ્હાઇટ હાઉસે છેલ્લા કેટલાક દિવસોમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે.

અમેરિકામાં ફરી લાગુ પાડવામાં આવ્યાં કોરોના પ્રતિબંધો 

અમેરિકામાં પણ ભારતની જેમ કોરોના કેસ વધી રહ્યાં છે. તેને કારણે વોશિંગ્ટન, ન્યૂયોર્ક, પેન્સિલવેનિયા, મેસેચ્યુસેટ્સ, કનેક્ટિકટ અને ટેક્સાસની કોલેજોએ ફરી વાર ફરજિયાત માસ્કનો નિયમ લાગુ પાડ્યો છે.  રાષ્ટ્રીય રાજધાનીમાં ચેપના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને, હોવર્ડ યુનિવર્સિટીએ ઓનલાઇન અભ્યાસ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

વિશ્વમાં વધ્યા કોરોના કેસ 

જણાવી દઈએ કે દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ વધીને 50.86 કરોડ થઈ ગયા છે. આ મહામારીથી અત્યાર સુધીમાં 62.1 મિલિયનથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 11.22 અબજથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. આ માહિતી જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીએ આપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ