પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોની બદલીઓ પર લાગશે રોક, બોર્ડની પરીક્ષા અને શાળાઓની આગામી પરીક્ષાને લઈને શિક્ષકોની બદલીઓ હાલના તબક્કે નહીં થાય.
પ્રાથમિક-માધ્યમિક શાળાના શિક્ષકોની બદલીને લઇ મોટા સમાચાર
આગામી પરીક્ષાને લઈને શિક્ષકોની બદલીઓ હાલના તબક્કે નહીં થાય
પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ જૂન 2023 બાદ શિક્ષકોની બદલીઓની કામગીરી થશે
પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની પ્રાથમિક-માધ્યમિક શાળાઓના શિક્ષકોની બદલીઓ હાલ પૂરતી મૌકૂફ રાખવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા ઔપચારિક રીતે સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શિક્ષકોની બદલીઓ પર લાગશે રોક
રાજ્યની શાળાઓમાં ધોરણ 9થી 12ની પ્રિલિમનરી પરીક્ષા આગામી 28 જાન્યુઆરીથી શરૂ થશે, જે 6 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ઉપરાંત આગામી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષાઓ યોજાવાની છે. જેના કારણે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકોની બદલી પર રોક લાગશે.
પ્રતિકાત્મક તસવીર
જૂન 2023 બાદ શિક્ષકોની બદલીઓની કામગીરી થશે શરૂ
બોર્ડની પરીક્ષા અને શાળાઓની પરીક્ષા પૂર્ણ થયા બાદ આગામી જૂન 2023 બાદ શિક્ષકોની બદલીઓની કામગીરી શરૂ થશે. શાળાઓના પરીક્ષા કાર્યક્રમ બાદ બદલીઓની પ્રક્રિયા કરવા સૂચન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, પરીક્ષા સમયે શિક્ષકોની બદલી થતાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડે છે. શિક્ષણ વિભાગ દ્વારા ઔપચારિક રીતે સૂચના આપવામાં આવી છે.
પ્રતિકાત્મક તસવીર
ધો 10-12 બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર
ધોરણ 10 – 12 CBSE બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર થઈ ચૂક્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ આ વર્ષે યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી દીધી છે. બંને વર્ગોની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ 10નું છેલ્લું પેપર 21મી માર્ચે અને ધોરણ 12નું છેલ્લું પેપર 5મી એપ્રિલના રોજ હશે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા, ઇન્ટર્નલ મૂલ્યાંકન અને પ્રોજેક્ટ વર્ક 1 જાન્યુઆરી, 2023થી શરૂ થશે.