બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:04 AM, 1 April 2024
LPG Price News : દેશમાં લોકસભા ચૂંટણી 2024 યોજાવા જઈ રહી છે અને તેના પહેલા LPGના ભાવમાં મોટી રાહત આપવામાં આવી છે. નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે એપ્રિલમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે. જોકે આ ઘટાડો કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર કરવામાં આવ્યો છે. 19 કિલોનો LPG સિલિન્ડર 32 રૂપિયા સસ્તો થયો છે. નવા દરો આજથી લાગુ થઈ ગયા છે.
ADVERTISEMENT
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે 1 એપ્રિલ, 2024 ના રોજ કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરીને ગ્રાહકોને મોટી રાહત આપી છે. લેટેસ્ટ ભાવ ઘટાડા બાદ હવે રાજધાની દિલ્હીમાં 19 કિલોના LPG સિલિન્ડરની કિંમત 30.50 રૂપિયા ઘટીને 1764.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 32 રૂપિયાનો ઘટાડો થયો છે અને હવે તે અહીં 1879 રૂપિયામાં મળશે. મુંબઈની વાત કરીએ તો અહીં સિલિન્ડરની કિંમત 31.50 રૂપિયા ઘટીને 1717.50 રૂપિયા અને ચેન્નાઈમાં 30.50 રૂપિયા ઘટીને 1930 રૂપિયા થઈ ગઈ છે.
ADVERTISEMENT
જો આપણે દિલ્હીથી ચેન્નાઈ સુધીના ચાર મહાનગરો સિવાય અન્ય શહેરોની વાત કરીએ તો કોમર્શિયલ ગેસ સિલિન્ડર લખનૌમાં 1877.50 રૂપિયા, જયપુરમાં 1786.50 રૂપિયા, ગુરુગ્રામમાં 1770 રૂપિયા અને પટનામાં 2039 રૂપિયા થઈ ગયો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.