બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / BIG BREAKING superstar kamal haasan corona positive

COVID-19 / BIG BREAKING: સાઉથના સુપરસ્ટારને થયો કોરોના, ટ્વિટ કરી લોકોને પણ સાવચેતી રાખવા અપીલ

Arohi

Last Updated: 04:12 PM, 22 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપરસ્ટાર કમલ હાસન કોરોના સંક્રમિત થયા છે. એક્ટરે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી જાણકારી આપી છે.

  • સાઉથ સુપરસ્ટાર થયા કોરોના પોઝિટીવ 
  • ટ્વીટ કરીને આપી જાણકારી 
  • અમેરિકી યાત્રા બાદ થયા પોઝિટીવ 

એક્ટર કમલ હાસન  (Kamal Haasan) કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. એક્ટર હાલમાં જ યુએસ ટ્રિપથી પરત ફર્યા હતા. જ્યાર બાદથી તેને હલ્કી શરદી થઈ હતી. ટેસ્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. એક્ટરે કોરોનાથી સંક્રમિત હોવાની ખબર પોતાના ટ્વિટરપ એકાઉન્ટ પર શેર કરી છે. એક્ટરે જણાવ્યું કે હજુ સુધી મહામારી ખતમ નથી થઈ. પોતાનું ધ્યાન રાખો. જણાવી જઈએ કે કમલ હાસન કોરોનાની બન્ને વેક્સીન લઈ ચુકેલા છે. 

કમલ હાસને ટ્વીટ કરીને આપી જાણકારી 
એક્ટરે ટ્વીટ કરીને લખ્યું, "મારી અમેરિકી યાત્રા બાદ મને હલ્કા ખાંસી અને શરદીના લક્ષ્ણો જણાવી રહ્યા હતા. હવે તે પુષ્ટિ થઈ ગઈ છે કે આ કોવિડ છે. હું આઈસોલેશનમાં છું. મને મહેસૂસ થઈ રહ્યું છે કે મહામારી હજુ સુધી ખતમ નથી થઈ અને તમને બધાને સુરક્ષિત રહેવા માટે અનુરોધ કરૂ છું."

ફેન્સ કરી રહ્યા છે સ્વસ્થ્ય થવાની પ્રાર્થના 
કમલ હાસનના કોરોના પોઝિટીવ હોવાની ખબર મળતા જ ફેન્સ તેમના જલ્દી સ્વસ્થ્ય થવાની પ્રાર્થના કરી રહ્યા છે. 

એક્ટરે થોડા દિવસ પહેલા જ કૃષિ કાયદો પરત લીધા બાદ ખુશી વ્યક્ત કરતા ટ્વીટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને અહિંસક સંઘર્ષ બાદ તેને હાસિલ કર્યું છે. તેમણે એમ પણ જણાવ્યું કે કઈ રીતે તેમની પાર્ટી મક્કલ નિધિ મય્યમે આ કાયદાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે તેમની પાર્ટીના નેતા ખેડૂતોના આંદોલનમાં શામેલ થયા હતા તો તે તેમના માટે ગર્વની ક્ષણ હતી. 

 

કમલ હાસન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ વિક્રમને લઈને ચર્ચામાં હતા આ ફિલ્મમાં તેમની સાથે વિજય સેતુપતિ અને ફહાલ ફાસિલ જેવા કલાકાર મુખ્ય ભુમિકામાં છે. ફિલ્મના મેકર્સે કમલ હાસનના જન્મદિવસ પર તેમનો ફર્સ્ટ લુક વીડિયો શેર કર્યો હતો. તેમની આ ફિલ્મની ફેન્સ રાહ જોઈ રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ